વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ રેલ્વે-રોડ વાહન વ્યવહાર પદ્ધતિમાં કર્યો આવિષ્કાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન (MPA) ના તેજસ્વી વિદ્યાર્થી કે જેમનું નામ ‘સત્યેનકુમાર વિજયકુમાર પાઠક’ છે જેમણે અદભુત આવિષ્કાર કરી પોતાના નામથી પેટન્ટ સર્ટીફીકેટ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે
એમની પેટન્ટનું નામ “ A MEGA VEHICLE CARRYING AND TRANSPORTATION SYSTEM-PUBLIC/PRIVATE TRANSPORT WITH/WITHOUT PASSENGER AND/OR GOODS “ છે. એમના આ આવિષ્કાર માં એમની લગભગ ૧૦ થી ૧૨ વર્ષની મહેનત છે. પણ ટૂંકમાં આ આવિષ્કાર વિશે જણાવીએ તો આ પેટન્ટમાં સરકારી અને ખાનગી વાહન વ્યવહારમાં કે
જેમાં યાત્રી અથવા વ્હીકલ્સ ( ૨ અને ૪ વ્હીલર ) સાથે વર્ટિકલ મુવિંગ ડબલ ડેકર પ્લેટફોર્મનું ડીઝાઇન વાળું સિસ્ટમ મારફતે ટ્રાન્સપોર્ટેશન મિકેનીઝમ ને સરળ બનાવવાની કામગીરી કરવામાં આવેલ છે.
આ આવિષ્કાર થી માનવ દુર્ઘટના માં નોંધનીય ઘટાડો, રોજગારીની તક, ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થા, ટુરીઝમ ડેવલોપમેન્ટ, વાહનવ્યવહાર પદ્ધતિમાં સુરક્ષા, રેવેન્યુ જેનરેશન ની તક અને FDI માટે પણ આકર્ષણ વગેરે અને એટલું જ નહી આ સિસ્ટમ દ્વારા ‘પિનપોઈન્ટ’ ના કન્સેપ્ટ વડે 360 ° બેઝ પર ફરી શકે એવી સગવડ પણ છે કે જેમાં કોઈ પણ વ્હીકલ ને મુવ કર્યા વગર જે-તે વિભાગનું વ્હીકલ લોડીંગ અને અનલોડિંગ કરી શકીએ છીએ.
સત્યેન પાઠક ના આ આવિષ્કાર અને મહેનત જોઇને ભારત સરકારની પેટન્ટ ઓફીસે એમને તા. ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ પેટન્ટ કે જેનું નંબર 413479 અને S.L. No.- 022121090 થી એનાયત કરવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ, કુલસચિવ શ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી, માસ્ટર ઓફ પબ્લિક એડમિનીસ્ટ્રેશનના કો-ઓર્ડીનેટર શ્રી ડૉ. મધુ થવાણી અને વિભાગના આધ્યાપક શ્રી ઓમકારનાથ પાંડે દ્વારા એમને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા.