Western Times News

Gujarati News

કાર ભાડે લઈ રફૂચક્કર થઈ જતી ગેંગનો એક સભ્ય ઝડપાયો

અમદાવાદ, શહેરમાં ભાડાથી કાર મેળવી અથવા કારની ચોરી કરી રાજ્યની બહાર વેચવાના કૌભાંડો વધી રહ્યા છે.  અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને તેની વધુ પુછપરછ કરાઈ રહી છે.

તાજેતરમાં જ 14 મી માર્ચના રોજ સુરતના એક કાર ચાલકને મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ ગઠીયા ચકમો આપી કાર લૂંટીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો.

સુરતના પલસાણા ખાતે અષ્ટવિનાયક રેસીડેન્સીમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતા દિલીપકુમાર નંગલિયાએ પોલીસને કહ્યું છે કે મારા પરિચિત રીક્ષા ચાલક ગણેશ મદનસિંગ (કડોદરા, સુરત) એ ફોન કરી કાર લઈને વડોદરા જવાનું છે… તેમ કહી રૂ.4000 માં ભાડું નક્કી કર્યું હતું.

આ વખતે તેની સાથે પવન કુમાર અને બિરેન્દ્ર ઉર્ફે પ્રેમ નામના બીજા બે શખ્સ પણ કારમાં બેઠા હતા. સાંજે અમે વડોદરા આવ્યા ત્યારે ગણેશે મને વડોદરા નહીં પણ અમદાવાદ જવું છે, તને તારું ભાડું મળી જશે.. તેમ કહી અસલાલી ખાતે લઈ ગયા હતા. જ્યાં મોડી સાંજે તેઓ એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગયા હતા અને 10 મિનિટમાં પાછા આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.