Western Times News

Gujarati News

જામનગરમાં કોંગો તાવથી પશુપાલક આધેડનું મોત

જામનગર, જામનગરમાં પાંચ વર્ષ પછી ફરીથી કોંગો ફિવરે માથું ઊંચક્યું છે. અહીંના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય પશુપાલનનું કોંગો ફીવરથી મોત થયું છે.

જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોહનભાઈ નામના દર્દીને તાવની ફરિયાદ સાથે ૨૧ જાન્યુઆરીએ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

દરમિયાન પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં કોંગો ફીવર પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગે સતરકત દાખવી વિવિધ પગલા લેવાનું શરૂ કર્યું છે. આ કેસના પગલે જામનગર મહાનગરપાલિકા અને જેડી હોસ્પિટલની આરોગ્ય ટીમે સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધર્યું છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આ રોગ ચેપી કે વાયરલ નથી, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.જામનગર મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડો. એસ.એસ. ચેટરજીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જામનગરમાં આ પહેલો કેસ સામે આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, કોંગો ફીવર પશુઓમાં રહેલી ઈતરડીથી માનવમાં ફેલાય છે. આ રોગ મુખ્યત્વે પશુપાલકોમાં જોવા મળે છે, જેમાં ગાય અને ભેંસના શરીર પરની ઈતરડી દ્વારા હનીમોરલ નામનો પરજીવી માનવશરીરમાં પ્રવેશે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.