ચાંદખેડામાં આધેડ મહિલા પર હુમલો, માથામાં ઇંટ મારી
અમદાવાદ, ચાંદખેડામાં એક જ મકાનમાં પતિથી અલગ રહેતી મહિલાના ઘરે આવીને જૂના ભાડુઆતે માથામાં ઇંટ મારી હોવાની ફરિયાદ મહિલાએ ચાંદખેડા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ મથકેથી જાણવા મળતી મહિતી મુજબ અગાઉ થયેલી તકરારની અદાવતમાં મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
ચાંદખેડા વિદ્યુતપાર્ક સોસાયટીમાં નિર્મલાસિંગ એક જ મકાનમાં પતિથી અલગ રહે છે. તેમની ફરિયાદ છે કે ૨૪-૯-૨૦૨૪ની રાત્રે તેઓ ઘરમાં હતા ત્યારે જ કોઇએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે ઉંઘમાં દરવાજો ખોલ્યો હતો. બહાર જોતાં ઘર આગાળ બે યુવક ઊભા હતા.
તેમણે નિર્મલાસિંઘને ગાળો ભાંડી હતી અને એક યુવકે તેમના મોં પર ઇંટ મારી હતી.ઉપરાંત તા. ૧૭-૧૦-૨૪ની મોડી રાત્રે નિર્મલાસિંઘના ઘર આગળ પડેલું બાઇક કોઇએ સળગાવ્યું હતું.
આ બાઇક નિર્મલાસિંઘના ભાડુઆત અનિલ સેનમાનું હતું. આ બાબતે નિર્મલાસિંઘને જાણ થઇ હતી કે બાઇક સળગાવનાર તેમના જૂના ભાડુઆત નવનિતસિંઘ કશ્યપ અને તેનો મુકેશ યાદવ હતા જે બન્નેએ સાથે મળીને અગાઉ નિર્મલાસિંઘ પર હુમલો પણ કર્યાે હતો.
આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલી તકરારની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.SS1MS