Western Times News

Gujarati News

નરસંડામાં ભવ્ય રીતે મિલાદનો પ્રોગ્રામ યોજાયો

સમુહ લગ્નનું પણ આયોજન કરાયું , સાત દંપતિ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા

(પ્રતિનિધિ)નડિયાદ નડિયાદ તાલુકાના નરસંડામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે મિલાદ નો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં ગુજરાત ભરમાંથી ઉલમાવો હાજર રહ્યા હતા આ પસંગે નરસંડામાં પ્રથમ વખત સમૂહ લગ્ન ઉત્સવનું પણ આ પ્રોગ્રામ સાથે આયોજન કરવામાં આવ્યું હતું સાત દંપતીઓ નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા.

નરસંડા મા રહેતા અબ્દુલ કૈયુમ વોરા ની આગેવાની હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ મિલાદના પ્રોગ્રામનું ગઈકાલે નરસંડા મિલાદ પાર્ક માં આયોજન કરવામાં આવ્યું હતું સૈયદ મદની બાવા વીરપુર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં આલીમો ઉલમાઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત કારી ઇબ્રાહીમ સાહબ દ્વારા કુરાને તિલાવતી કરવામાં આવી હતી.

ત્યારબાદ ઉપસ્થિત ઊલમાઓએ મિલાદ ને અનુરૂપ તકરીર ફરમાવી હતી ૬.૧૨ લાખ કુરાન શરીફ, ૭૨.૨૫કરોડ કલમા શરીફ ,૧.૧૧અજબ દૂરદ શરીફ સહિત હજારો લાખો સંખ્યામાં વર્ષ દરમિયાન પડેલા વિદ- વજાયદો મહુમોને બક્ષવામાં આવ્યા હતા.

મુફ્તી મોહમ્મદ અશરફ રતનપુર વાળાએ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજાે લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ વગેરે કેવી રીતે અટકાવી શકાય આના માટે સરિયત શું કહે છે કે તમામ બાબતો વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરી હતી મોલાના ઇદ્રીશ ખાન ,મૌલાના તોફીક અલી, સૈયદ દાદાબાપુ રૂપાલ , મુફ્તી અજગર અલી વગેરે મિલાદને અનુરૂપ તકરીર કરી હતી અત્રે જ નોંધનીય બાબતે છે કે આ કાર્યક્રમમાં અબ્દુલ કૈયુમ દ્વારા સમાજમાં લગ્ન પ્રસંગે થતા કુરીવાજાે ને દૂર કરવાના ઉમદા હેતુથી સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત દંપતી નિકાના પવિત્ર બંધનમાં બંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.