Western Times News

Gujarati News

કંપનીના એકાઉન્ટન્ટની એક ભૂલ કંપનીને 3.10 કરોડમાં પડી

સુરતની શેર બ્રોકર કંપની સાથેના બનાવમાં પોલીસ માંડ ૪૦ લાખ બચાવી શકી

પોતાના ખાતામાં ભૂલથી ૩.પ૦ કરોડ ટ્રાન્સફર થતાં યુવક 3.10 કરોડનું સોનું ખરીદીને ફરાર-આ એકાઉન્ટ અમદાવાદના બાપુનગરમાં મયુર પાર્કમાં રહેતા તુષાર ઘનશ્યામ ગજેરાના નામનું હતુ

સુરત, સુરતના પીપળોદની જાણીતી શેર બ્રોકર કંપની પ્રાર્થના એન્ટરપ્રાઈઝને એક ભૂલ રૂા.૩.૧૦ કરોડમાં પડી હતી. એકાઉન્ટન્ટ દ્વારા ભૂલથી અમદાવાદના શખ્સના એકાઉન્ટમાં રૂા.૩.પ૦ લાખ કરોડ જમા થઈ ગયા હતા.

નાંણા જમા થઈ ગયાના કલાકોમાં જ આ શખ્સે એકાઉન્ટ ખાલી કરી નાંખ્યુ હતુ. ઓનલાઈન અલગ અલગ જ્વેલરી શોપમાંથી સોનું ખરીદી તે ફરાર થઈ ગયો હતો. એક શોપ ઉપરથી દાગીના ડીલીવરી નહીં થઈ શકતા સુરતની પેઢીને ૪૦ લાખ પોલીસે પરત અપાવ્યા હતા.

પોલીસ સુત્રોએ આપેલી માહિતી અનુસાર પીપલોદ નહેરૂનગર સોસાયટીમાં રહેતા દિશાંત પરીખ પીપલોદ પાસપોર્ટ ઓફિસ નજીક પ્રાર્થના એન્ટરપ્રાઈઝના નામે શેર દલાલોની ઓફિસ ધરાવે છે. ગત ૧૩મી સપ્ટેમ્બર-રર એેે આ પેઢીના એકાઉન્ટન્ટનેેે કંપની દ્વરા જીન્યાસ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લીમીટેડમાં રૂા.પ૦ કરોડ ટ્રાન્સફર કરવાનું કહેવાયુ હતુ.

જાે કે એકાઉન્ટન્ટથી ભૂલમાં ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ એકાઉન્ટ અમદાવાદના બાપુનગરમાં મયુર પાર્કમાં રહેતા તુષાર ઘનશ્યામ ગજેરાના નામનું હતુ.

આ નાણાં જમા થયાા તે સાથે જ તુષાર ગજેરા નામના શખ્સે નાણાં ઉપાડી લીધા હતા. અને ઓનલાઈન અલગ અલગ જ્વેલર્સ કંપનીઓમાં જ્વેલર્સનો ઓર્ડર કરી રૂા.૩.પ૦ કરોડના દાગીના ખરીદી લીધા હતા. બીજી તરફ આ બ્રેોકરનેે ખબર પડતા જ તેમણે ત્વરીત પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

અને જેટલી જ્વેલરી શોપમાં નાણાં આરટીજીએસથી ટ્રાન્સફર થયા હતા ત્યાં સંપર્ક કરતા માત્ર એક જ્વેલર્સને ત્યાંથી તે ૪૦ લાખ ટ્રાન્સફર કરવા છતા દાગીના લેવા નહીં આવ્યાનું જણાઈ આવતા એનું પેમેન્ટ બ્લોક કરાવી ૪૦ લાખ પરત મેળવ્યા હતા.

જાે કે ૩.૧૦ કોરડ રૂપિયા પરત મળ્યા નહોતા. જેથી સોનું ખરીદી તુષાર ગજેરા રફૂચક્કર થઈ ગયો હતો. છેલ્લા છ મહિનાથી પોલીસની દોડાદોડી વચ્ચે પણ આ યુવાનના સગડ નહીં મળતા ઉમરા પોલીસેે રવિવારેેે આ શેર દલાલની ફરીયાદને આધારે આઈપીસીની કલમ ૪૦૩ અંતર્ગત એનસી (નોન કોગ્નિઝેબલ) ગુનો નોંધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.