Western Times News

Gujarati News

અંકલેશ્વર – વાલિયા ચોકડી નજીક રોકી ટોળાએ માર મારી ટ્રકમાં તોડફોડ કરી

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલ લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેથી ૧૫ જેટલી દુધાળી ભેંસો ભરીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ અર્થે જઈ રહ્યા હતા.

તે દરમ્યાન ભરૂચથી અંકલેશ્વર તરફ ટ્રક જતા કેટલાક લોકોએ ટ્રકનો પીછો કર્યો હતો.તે દરમ્યાન ટ્રકના ચાલક જિશાન મન્સુરીને વાલિયા ચોકડી નજીક સુરેશ ભરવાડ સહિતના ટોળાએ રોકી ટ્રકમાં શુ ભરેલું છે તેમ પૂછતાં ટ્રકના ચાલકે ટ્રકમાં ભેંસો ભરેલ હોવાનું જણાવ્યું હતું.

જે બાદ ટ્રકના ચાલકે તેના માલિક સાથે વાત કરતા તેઓએ ટ્રકને વાલિયા ચોકડી પોલીસ ચોકી પાસે ટ્રક લઈ જવા માટે જણાવ્યું હતું. આ દરમ્યાન સુરેશ ભરવાડ અને અન્ય ઈસમોએ જિશાનને ટ્રક માંથી નીચે પટકારી દઈ તેને માર મારવા સાથે ટ્રકના કાંચ પણ લાકડી વડે તોડી નાંખ્યા હતા.

ટ્રકના ચાલક જિશાન મન્સૂરીને માર મારતા તેનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ ક્યાંક પડી ગઈ હતી.જે બાદ બાદ ટ્રક ચાલક જીશાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સમગ્ર મામલા અંગે સુરેશ ભરવાડ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.