દુકાનની દીવાલમાં બાકોરું પાડી 16.32 લાખના મોબાઈલની ચોરી
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના બજારમાં આવેલી દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી તસ્કર અંદર ઘુસ્યો હતો અને રૂ.૧૬.૩ર લાખના મોબાઈલ, રર હજારની એસેસરીઝ અને દોઢ લાખની રોકડ સહિત કુલ રૂ.૧૮,૦૭,૪૭૦નો મુદ્દામાલ મધરાતે દોઢ કલાકના ગાળામાં ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બનાવની ફરિયાદના આધારે માણસા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવ અંગે રોનક ઉર્ફે પિન્ટુ ડાહ્યાભાઈ ચૌધરી (રહે.ઠચરાજ સોસાયટી, માણસા)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યા મુજબ શહેરના બજારમાં આવેલા કોલેજ શોપિગ સેન્ટરમાં તે ઉમિયા મોબાઈલ નામની દુકાન ધરાવે છે. તા.ર૮મીની રાત્રે ૯ વાગ્યે દુકાન બંધ કરીને તે તેના બે માણસના સ્ટાફ સાથે ત્રણેય જણા ઘરે ગયા હતા
તે પછી સવારે ઉઠીને મોબાઈલમાં સીસીટીવી કેમેરો ચેક કરતાં રાત્રીના દોઢ વાગે મોઢા ઉપર કપડુ બાંધેલો શખ્સ નજરે પડયો હતો અને તે કેમેરાને ફેરવતો દેખાયો હતો જેથી દુકાનમાં કોઈ ઘુસી ગયું હોવાની શંકા જતા તેના બે કર્મચારીને બોલાવી ત્રણેય જણા દુકાન ઉપર પહોચ્યા હતા.
દુકાન ખોલીને જાેયુ તો પાછળની દિવાલમાં બાકોરૂ પાડેલું જાેવા મળ્યું હતું તેના દ્વારા દુકાનમાં ઘુસેલો શખ્સ માત્ર દોઢ કલાકમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તપાસ કરતાં રૂ.૧૬,૩ર,૩ર૧ની કિંમતના વિવિધ કંપનીના ૬૯ મોબાઈલ, રૂ.રર,૮૦૦ની કિંમતની એસેશરીઝ અને ૧,પર,૩૪૯ની રોકડ રકમ સહિત કુલ રૂ.૧૮,૦૭,૪૭૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી.