સિંહુજ ગામ ખાતે DRSમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૨૭મી ઓક્ટોબર ૨૦૨૩ ને શુક્રવાર સવારે ૧૧.૧૫ કલાકે, સિંહુજ ગામ તરફથી આવતું વાહન ગુજરાત ગેસ લી. ના સિંહુંજ ગામ ખાતેના ડી. આર. એસ. (ડીસ્ટ્રીક્ટ રેગ્યુલેટીંગ સ્ટેશન) ને અથડાતા મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થયો હતો.
સિંહુજ ગામના એક જાગૃત વ્યક્તિએ ગુજરાત ગેસ લી.ના મહુધા કંટ્રોલ રૂમને ત્વરિત જાણ કરી હતી, જે બાદ ગુજરાત ગેસ લી.ની મહુધા અને મહેમદાવાદની ઓપેરેશન અને મેન્ટેનન્સ ટીમ ઈમરજન્સી વાન સાથે પોહચી હતી. તેઓએ સર્વ પ્રથમ બંને બાજુના સ્ટીલ ગેસ પાઈપ લાઈનના વાલ્વ બંધ કર્યા હતા અને સાથેજ તેઓએ સિંહુજ ગામ જતો વાહન વ્યવહારને સુરક્ષાના ભાગરૂપે હંગામી ધોરણે બંધ કર્યો હતો
જે દરમ્યાન ઉપરોક્ત ડી. આર. એસ. ખાતે પ્રસરેલ ગેસને અજ્ઞાત કારણોસર સ્પાર્ક મળતા મોટી આગ લાગી હતી જેમાં ગુજરાત ગેસ લી. ના ઓપેરેશન અને મેન્ટેનન્સ ટીમના ત્રણ વ્યક્તિઓને ઇન્જરી થઈ હતી અને આ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જણાતા ગુજરાત ગેસ લી. ના અધિકારીએ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નડીઆદને જાણ કરી હતી અને તેઓની મદદ માગી હતી.
ત્યારબાદ મહુધા અને મહેમદાવાદના ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સની મદદથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.જે બાદ સ્થળ પર હાજર ગુજરાત ગેસ લી.ના અને જીલ્લા પ્રશાષણના અધિકારીઓએ ઉપરોક્ત બનાવને લેવલ ૩ (ઓકસાઈટ) મોક ડ્રીલ જાહેર કરી હતી અને આ પ્રકારની આકસ્મિક સ્પાનને કાબુમાં લેવા ઉપરોક્ત તમામ સંસ્થાઓની તૈયારી ચકાસી હતી અને અંતે તમામ સંસ્થાઓની કામગીરી સંતોષકારક જણાતા ગુજરાત ગેસ લી.ના અધિકારીઓએ તેઓને બિરદાવ્યા હતાં.