રાજયમાં ૧પ ઓકટોબર સુધી એક માસ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ ઉજવાશે
“ગાર્બેજ ફ્રી ઈન્ડિયા” થીમ પર ઠેરઠેર ઉજવણી કરાશે
(એેજન્સી)ગાંધીનગર, મહાત્મા ગાંધી જન્મજયંતી નિમીત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજયમાં તા.૧પ-સપ્ટેમ્બરથી ૧પ ઓકટોબર દરમ્યાન સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે “ગાર્બેજ ફ્રી ઈન્ડીયા થીમ પર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે.
અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધામિર્ક, સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓઅને પણ સ્વસ્ચ્છતા હી સેવા કાર્યક્રમમાં જાેડવાનું આયોજન કરાયું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે સ્વચ્છતાની પ્રવૃત્તિઓનો હેતુ સ્વૈચ્છીક શ્રમદાન છે.
જેમાં રાજયના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન, પર્યટન, સ્થળો, પ્રાણી સંગ્રહાલયો ઉધાનો, અભયારણ્યયો ઐતિહાસિક, સ્મારકો નદીકિનારા સહીતના સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ કરાશે. સફાઈમીત્ર સુરક્ષા શીબીર અંતર્ગત તા.૧૭મી સપ્ટેમ્બર ર૦ર૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે.
તેમજ સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનો અપાશે.આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધાનુું પણ આયોજન કરાશે. આ ઉજવણી દરમ્યાન તમામ ગામડાઓમાં જાહેર સ્થળો પ્રવાસન સ્થળો વગેરે પર સ્વચ્છ ભારત મીશન ગ્રાઅંતર્ગત ભીતચીત્રો દોરાવવા તેમજ તમામ શાળા, કોલેજાેમાં ગાર્બજવ ફી ઈન્ડીયા વિષય પર નિબંધ ચિત્રકામ અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે.
તમામ ગામોમાં બ્લેક સ્પોર્ટની સફાઈ ચાલુ વર્ષના જીપીડીપી માં સ્વચ્છતા સંબંધીત અસ્યમાતો જેમ કે શોક પીટ કંપોસ્ટ પીટ સેગ્રીગેશન શેડ વગેરેની જાળવણી અને મરામત કરાશે. ગામોમાં સ્વચ્છતા દોડ રેલી પણ યોજાશે. તા.૧૭ મી સપ્ટેમ્બર ર૦ર૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબીર પર હેલ્થ ચેકઅપ કેમપ યોજાશે.
ગામોમાં જાહેર સ્થળોએ દીવા પ્રગટાવાશે તેમજ રાત્રી ગરબાનું આયોજન પણ કરાશે. કલસ્ટર કોઓડીનેટર મારફત પ૦% ગામોનું સંપૂર્ણ પણે સચોટ એસેમેન્ટ એપલીકેશન દ્વારા કરાશે. જીલ્લા કક્ષાએથી શ્રેષ્ઠ તાલુકા તેમજ જીલ્લા દીઠ શ્રેષ્ઠ ૩ ગ્રામ પંચાયતો અને રાજય કક્ષાએથી ૩ જીલ્લાઓનું સફાઈની કક્ષાએથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાશે.
રાજયની ૮ મહાનગરપાલિકા, રર અ વર્ગની નગરપાલિકા અને પ “બ” વર્ગની નગરપાલિકાઓ એમ ૩પ શહેરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે.