સુરતમાં માતા અને પુત્રીની જોડીએ મચાવ્યો તરખાટ
સુરત, શહેરના સારા ગણાતા વિસ્તારોમાં નોકરાણી તરીકે કામ કરવા આવેલી મહિલાઓની ચોરી કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કાપડના વેપારીના ઘરે કામ કરવા આવેલી માતા અને દીકરી નોકરાણી તરીકે કામ કરવા આવી હતી. A mother and daughter duo created a stir in Surat
આ માતા દીકરીની જાેડીએ નોકરીના બીજા જ દિવસે લાખો રુપિયાનો હાથફેરો કર્યો હતો. જાેકે, આ માતા અને દીકરી CCTVના કેમેરામાં કેદ થઇ છે.
હાલ ખટોદરા પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના ભટાર વિસ્તારમાં ઉમાભવન પાસે આવેલા ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડના વેપાર સાથે જાેડાયેલા નારાયણ પ્રસાદે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે એક મહિલા અને તેની દીકરી કામ કરવા માટે આવી હતી.
પહેલા દિવસે તેઓ જ્યારે આવ્યા ત્યારે તેમના આઈકાર્ડ માંગવામાં આવ્યા હતા. પણ તેઓ લાવ્યા ન હતા. જાેકે યુવતીએ પોતાનું નામ રોઝી જણાવ્યુ હતુ. ૧૩ તારીખે કામ પર આવેલી આ મહિલા પહેલા દિવસે ઘરની રેકી કરી દીધી હતી.
બીજા દિવસે જ્યારે આ વેપારીની પત્ની મંદિરે ગઈ ત્યારે ઘરમાં રહેલા ત્રણ લાખ રોકડા અને ૨૫ લાખ સોનું મળી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ કાપડ વેપારી તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાપ પાડ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, આપના ઘરમાં કામ કરવા આવનાર ઘરઘાટીની સંપૂર્ણ વિગત પોલીસને આપો.
જાેકે, મોટાભાગના વિસ્તારોના લોકો આ જાહેરનામાનો અમલ કરતા નથી. જેના કારણે આવી અનેક ચોરીની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે. આ બંને રિક્ષામાં બેસીને કામ માટે આવ્યા હતા. તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.SS1MS