રાજકોટમાં માતાએ પોતાની ૯ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું
રાજકોટ, રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માતાએ પોતાની ૯ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. માતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
જ્યારે ૯ મહિનાની દીકરી સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે ફરિયાદી ગાંડાભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, તેઓ ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરે છે. તેમજ તેઓને સંતાનમાં એક ૯ મહીનાની દીકરી છે.
તેમજ તેઓનાં લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી ૨ વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ થયેલા હતા. આ બાબતે ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે મૃતક મહિલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. SS3SS