ગુના બાદ આરોપીના મોંઢે પોપટની જેમ સત્ય ઉકેલાવતો નાર્કો ટેસ્ટ
નવી દિલ્હી, દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસની હકીકત જાણવા માટે ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આફતાબે તેની લિવ-ઇન પાર્ટનરની હત્યા કર્યા બાદ તેના ૩૫ ટૂકડાં કરવાનો અને આ ટૂકડાંઓને સગેવગે કરવાનો આરોપ છે.
આરોપી પાસેથી તપાસ એજન્સીને સંતોષકારક જાણકારી મળી શકી નથી. અપરાધીના મોંઢે પોપટની જેમ સત્ય ઓકાવતા નાર્કો ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન હકીકતમાં શું થાય છે? નાર્કો-એનાલિસિસ ટેસ્ટને જ નાર્કો ટેસ્ટ કહેવામાં આવે છે.
કાયદાકીય કેસની તપાસમાં આ પરિક્ષણની મદદ લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટની સફળતા પર હંમેશા સવાલો અને વિવાદો જન્મ લેતા રહે છે અને કોર્ટ પણ આ ટેસ્ટને અમાન્ય ગણાવે છે.
નાર્કો ટેસ્ટ કેવી રીતે અને કોણ કરે છે? નાર્કો ટેસ્ટમાં કઇ દવા કે ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે, આ દવા અને ઇન્જેક્શન કેવી રીતે કામ કરે છે? આ ટેસ્ટનો સક્સેસ રેટ કેટલો હોય છે? નાર્કો ટેસ્ટના સાઇડ ઇફેક્ટ્સ શું હોય છે? આ તમામ સવાલોના જવાબ તમે જાણશો આ આર્ટિકલમાં. NCBI અનુસાર, નાર્કો ટેસ્ટ એક ડિસેપ્શન ડિટેક્શન ટેસ્ટ છે, આ કેટેગરીમાં પોલીગ્રાફ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. અપરાધ સાથે જાેડાયેલી હકીકતો અને પુરાવાઓ શોધવા દરમિયાન નાર્કો ટેસ્ટથી ઘણી મદદ મળી શકે છે.
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વિકાસ ખન્ના અનુસાર, આ ટેસ્ટ વ્યક્તિને સંમોહન એટલે કે, હિપ્નોટિઝમની સ્થિતિમાં લઇ જાય છે, જ્યાં તેનું ચેતન મન કમજાેર (ના સંપુર્ણ રીતે જાગ્રત ના સુષુપ્ત) બની જાય છે અને તે જાણકારી આપતા પહેલાં સમજવા-વિચારવાની સ્થિતિમાં નથી રહેતો.
NCBI કહે છે કે, કોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ માન્ય નથી, પરંતુ તપાસ એજન્સીઓ થર્ડ ટોર્ચરના માનવીય વિકલ્પ તરીકે તેની અનુમતિ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ કરનાર આંબેડર હોસ્પિટલના ડોક્ટર નવીન કુમારે જણાવ્યું કે, નાર્કો ટેસ્ટની ટીમમાં એનેસ્થિસિયોલોજીસ્ટ, સાઇકોલોજીસ્ટ, ટેક્નીશિયન અને મેડિકલ સ્ટાફ હોય છે.
પહેલાં આરોપીની નસમાં ઇન્જેક્શનથી એનેસ્થેસિયા ડ્રગ (હિપ્નોટિક ડ્રગ્સ) આપવામાં આવે છે, ત્યારબાદ વ્યક્તિના હિપ્નોટિક સ્ટેજ પર પહોંચ્યા બાદ તેને જરૂરી સવાલો કરવામાં આવે છે. ગુરુગ્રામ સ્થિત આર્ટેમિસ હોસ્પિટલના ન્યૂરોલોજીસ્ટ ડોક્ટર ભૂપેશ કુમાર અનુસાર, નાર્કો ટેસ્ટ પહેલાં વ્યક્તિનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં લંગ્સ ટેસ્ટ, હાર્ટ ટેસ્ટ જેવા પ્રી-એનેસ્થિસિએટિક ટેસ્ટ હોય છે.
આ સિવાય નાર્કો ટેસ્ટ દરમિયાન વ્યક્તિના હિપ્નોટિક સ્ટેજને મોનિટર કરવા માટે કેટલીક એડવાન્સ્ડ ડિવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. વૈશાલી સ્થિતિ મેક્સ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના એડવાઇઝર ડોક્ટર સીતલા પ્રસાદ પાઠક અનુસાર, નાર્કો ટેસ્ટમાં ૩૦૦ એમએલ ડિસ્ટિલ્ડ વોટરમાં મિક્સ કરેલી ૩ ગ્રામ સોડિયમ પેન્ટોથલનો ઉપયોગ થાય છે.
આ ડોઝ આરોપી/ટેસ્ટ કરાવનાર વ્યક્તિના વજન પર ર્નિભર કરે છે, જે સોડિયમ પેન્ટોથલ ૨.૫ સોલ્યૂશનના 4ml/min રેટ પર થઇ શકે છે. ડોક્ટર ભૂપેશ કુમાર અનુસાર, નાર્કો ટેસ્ટના ટ્રુથ સિરમમાં સોડિયમ થિયોપેન્ટલની સાથે સોડિયમ એમિટેલ સોલ્ટ પણ મિક્સ કરવામાં આવે છે.
આ સીરમનો ડોઝ વ્યક્તિ દીઠ અલગ અલગ હોઇ શકે છે અને મોનિટરિંગ ડોક્ટર અસરને ધ્યાનમાં રાખીને ડોઝમાં વધારો કે ઘટાડો કરી શકે છે. ન્યૂરોલોજીસ્ટ ડોક્ટર ભૂપેશ કુમાર અનુસાર, દવાઓ વ્યક્તિને હિપ્નોટિક સ્ટેજમાં લઇ જાય છે જેથી તે સમજી-વિચારીને કંઇ બોલી કે છૂપાવી નથી શકતો. આ સ્થિતિમાં આરોપીની પાસેથી સવાલોના જવાબ મળી શકે છે.
જાે કે, વ્યક્તિ લાંબા જવાબ આપવાની સ્થિતિમાં નથી હોતો અને તે ટૂકડાં ટૂકડાંમાં જાણકારી આપે છે. ૨૬/૧૧ મુંબઇ અટેક અને સ્ટેમ્પ કૌભાંડની તપાસમાં નાર્કો ટેસ્ટ દ્વારા હકીકતને સામે લાવવામાં ઘણી મહત્વની ભૂમિકા હતી. જાે કે, આરૂષિ મર્ડર કેસમાં આ પરિક્ષણથી સફળતા નહોતી મળી શકી.
એવામાં તેના સક્સેસ રેટ પર વાત કરતાં ડોક્ટર વિકાસ ખન્નાએ જણાવ્યું કે, કમજાેર ચેતન મનની સ્થિતિમાં કલ્પનાશક્તિ ઘણી ઝડપી થઇ જાય છે. જેમાં અજાણતા વ્યક્તિ કેટલીક કાલ્પનિક જાણકારી પણ આપી શકે છે.
જાે નાર્કો ટેસ્ટમાં મળેલી જાણકારી પુરાવાઓને એકઠાં કરવા અથવા ગુનાનો કોયડો ઉકેલવામાં મદદ કરે છે, તો જ તેને સફળ ગણી શકાય છે. જાે કે, આ ટેસ્ટની સફળતાનો ર્નિણય કોર્ટ પર ર્નિભર કરે છે. નાર્કો ટેસ્ટના મનોવૈજ્ઞાનિક દુષ્પ્રભાવ અંગે ડોક્ટર ખન્નાએ જણાવ્યું કે, આ ટેસ્ટ વ્યક્તિમાં આધિનતાનો ભાવ પેદા કરે છે.
જેનાથી ચિડાયાપણું, ચિંતા જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જાેવા મળી શકે છે. કેટલાંક કેસમાં નાર્કો ટેસ્ટ બાદ લાંબા સમય સુધી એન્ઝાયટી અને કમજાેર યાદશક્તિ પણ જાેવા મળી હતી, જાે કે તેનું કોઇ મેડિકલ પ્રમાણ નથી. ન્યૂરોલોજીસ્ટ ડોક્ટર ભૂપેશ કુમારે જણાવ્યું કે, એક સ્વસ્થ વ્યક્તિ પર નાર્કો ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી દવાનો દુષ્પ્રભાવ થવાની શક્યતાઓ લગભગ નહીવત હોય છે.
પરંતુ હિપ્નોટિક્સ ડ્રગના હાઇ ડોઝના કારણે રેપ્સિરેટરી અને હૃદયરોગના દર્દીનું બ્લડપ્રેશર ઘટી શકે છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં પરેશાની થઇ શકે છે અને કોમા અથવા મૃત્યુ જેવી સ્થિતિ પણ ઉભી થઇ શકે છે. તેથી જ નાર્કો ટેસ્ટ પહેલાં વ્યક્તિનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે.
નાર્કો ટેસ્ટના ખર્ચ પર તમામ નિષ્ણાતોનો મત એક જ હતો કે, તે માત્ર સરકાર દ્વારા પ્રમાણિત સરકારી સંસ્થાઓ અને નિષ્ણાતોની દેખરેખમાં જ કરવામાં આવે છે, આ માટે કોર્ટની મંજૂરીનું પ્રમાણ પત્ર અતિ આવશ્યક છે. તેથી કોઇ પણ સામાન્ય વ્યક્તિ અથવા સંસ્થા આ ટેસ્ટનો દાવો નથી કરી શકતી અને ખર્ચની સ્થિતિ ઉભી જ નથી થતી.SS1MS