Western Times News

Gujarati News

હળવદના પ્રકૃતિ પ્રેમીએ ૬૦૦૦થી વધુ સર્પો રેસ્ક્યુ કરી વનમા છોડ્યા

(પ્રતિનિધિ) હળવદ, વનની અંદર પ્રકૃતિની ગોદમા વિચરણ કરનાર જીવો જયારે માનવ વસ્તીમા ભૂલ્યા-ભટક્યા આવી જતા હોય છે. ત્યારે,એ જીવ અને માનવીઓ માટે મુશ્કેલીઓ સર્જાતી હોય છે.જ્યારે, એમાય સર્પ હૉય ત્યારે ભાગદોડની પરિસ્થિતિ સર્જાય જતી હોય છે. આવા સંજાેગોમા સર્પને પકડી રેસ્ક્યુ કરનાર બન્ને જીવો માટે આશિર્વાદ રૂપ બનતા હોય છે.

ત્યારે,હળવદમા એમ. ડી નામે પ્રસિદ્ધ મુકુંદભાઈ દુર્ગાશંકરભાઈ મેહતા એક પ્રકૃતિ પ્રેમી અને ખાસ કરીને સર્પ સેવક છે.હળવદ શહેર અને આજુબાજુના રહેણાંક વિસ્તારોમા જ્યા પણ સર્પ નીકળે છે, ત્યા મુકુંદભાઈ પોતાનુ બાઈક, ડબ્બો અને સર્પ પકડવાના સાધન સાથે પહોંચી જઈ,સર્પને કોઈપણ જાતની કનડગત કે ઇજા વગર સરળતાથી પકડી જંગલ કે ર્નિજન જગ્યા એ છોડી આવવાની નિઃશુલ્ક સેવા આપે છે,જે માટે રાજ્ય વન વિભાગ દ્વારા તેઓને પ્રમાણપત્ર સાથે સન્માનિત પણ કરાયેલ છે.

આજરોજ હળવદના કૃષિશાળા ક્વાટર્સમા નીકળેલ કોબ્રા નામક ઝેરી પ્રજાતીના પકડેલ સર્પને બતાવતા,તેઓ એ જણાવેલ કે આજદિન સુધીમા તેઓ એ ૬૦૦૦ જેટલા સર્પોનુ રેસ્ક્યુ કરેલ છે,જેમા ૮૦% કોબ્રા પ્રજાતીના સર્પોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.