અબુધાબીમાં જાનવરોમાંથી ફેલાતો MERS કોરોનાનો નવો કેસ નોંધાયો
સંક્રમિત જાનવરો કે પશુ ઉત્પાદોના સંપર્કમાં આવવાથી આ માનવીથી અન્ય માનવીમાં ફેલાય છે.
(એજન્સી)અબુ ધાબી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોના વાયરસને લઈને એકવાર ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એમઈઆરએસ (MERS CORONA VIRUS) કોરોના વાયરસનો એક નવો કેસ નોંધાયો છે. ૨૦૧૨માં પહેલી વખત આ વાયરસની ઓળખ થયા બાદ અબુ ધાબીમાં આ પહેલો કિસ્સો છે.
અબુ ધાબીમાં જે દર્દીને કોરોનાનો નવો વેરિઅન્ટ માર્સ-કોવની સારવાર કરવામાં આવી રહી છે. તે ૨૮ વર્ષની એક વ્યક્તિ છે જેને ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. તે વ્યક્તિમાં વાયરસના લક્ષણ દેખાતા તાત્કાલિક તેને દાખલ કરવામાં આવ્યો.
માર્સ-કોવ (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ) જેવુ જ છે. આ એક જૂનોટિક વાયરસ છે. આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે માર્સકોરોના વાયરસના કારણે થાય છે. જે સાર્સવાયરસની જેમ જ છે. આ સામાન્યરીતે ઊંટ અને અન્ય જાનવરોમાં જાેવા મળે છે.
સંક્રમિત જાનવરો કે પશુ ઉત્પાદોના સંપર્કમાં આવવાથી આ માનવીથી અન્ય માનવીમાં ફેલાય છે. આ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. ઘણા કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેમાં આ બીમારીએ ઘાતક રૂપ બતાવ્યુ છે.
માર્સ-કોવના સામાન્યથી લઈને ગંભીર લક્ષણ હોઈ શકે છે અને આમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે.