દરિયાઈ વેપારમાં એક નવો અધ્યાય ઉમેરાશે : વડાપ્રધાન

અમરેલી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે અમરેલી ખાતે પહોચ્યા હતા. તેમણે ત્યા જનસભાને સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવેલા છે. પ્રધાનમંત્રી રવિવારે અમરેલી જિલ્લામાં પહોચ્ચા હતા. તે બાદ તેઓ વેરાવળ અને ધોરાજી પણ જવાના છે. ત્યા તેમણે એક સભાને સંબોધન કરતા કહ્યું હતુ કે, ‘અમરેલીમાં આવ્યા પછી એવુ લાગે છે, જાણે ઘરે આવ્યો છું. આપણા મુખ્યમંત્રી જીવરાજ મહેતા પણ અમરેલીના હતા. જેથી આપણા માટે એ ગર્વની વાત છે.
તેમણે વધુમાં કહ્યુ હતું કે, ‘અમરેલી જિલ્લો હવે દરિયાઈ વેપારનું ધમધમતું કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. જે ઇતિહાસમાં એક નવો અધ્યાય જાેડશે. મારો વિશ્વાસ કરો, ગુજરાતમાં કૃષી વિકાસ દર માઈનસમાં હતો તે હવે અમારી અમારી મહેનતના કારણે કૃષી વિકાસ દર બે અંકો સુધી પહોંચી ગયો છે.
પીએમ મોદીએ સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વેરાવળમાં જનસભા સંબોધવા પહોંચ્યા હતા.
વેરાવળ જાહેર સભાને સંબોધ્યા બાદ ધોરાજી જવા રવાના થશે અને બપોરે એક વાગ્યાની આસપાસ ધોરાજીમાં જાહેર સભાને ગજવશે. જ્યાંથી ૧ઃ૪૫ એ અમરેલી જવા રવાના થશે અને ૨ઃ૨૦ એ અમરેલી પહોંચશે. અહીં પણ તેઓ જાહેરસભાને સંબોધશે અને ૩ઃ૩૦ એ બોટાદ જવા રવાના થશે. ૪ઃ૩૦ એ બોટાદમાં જાહેર સભાને સંબોધશે અને ૫ઃ૧૫ એ બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. ૬ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩, ૨૪મીએ ફરી ગુજરાત પ્રવાસે આવશે અને બીજા તબક્કાની બેઠકો પર પ્રચાર કરશે. તેઓ ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં કુલ ૮ સભાઓને ગજવશે. ૨૩મીએ ચાર બેઠકો પર પ્રચંડ પ્રચાર કરશે. મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવશે. ૨૪મીએ ચાર સ્થળોએ સભા ગજવશે. પાલનપુર, દહેગામ, માતર, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.