‘બૅબી’ ફીલ્મની રીમેકમાં નવા ચહેરાની શોધ
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે મુકેશ છાબરાનું નામ જાણીતું થઈ રહ્યું છે. તેમના ખાતામાં ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’, ‘કાઇપો છે’, ‘બજરંગી ભાઈજાન’, ‘દંગલ’ અને ‘ટ્યુબલાઈટ’ જેવી ફિલ્મો છે. તાજેતરમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેઓ નવી હિરોઇન માટે દેશભરમાં શોધખોળ કરી રહ્યા છે.
જે છોકરી પસંદ કરવામાં આવશે તે તેલુગુ ફિલ્મ ‘બૅબી’ની હિન્દી રીમેકમાં મુખ્ય હિરોઇનનો રોલ કરશે. આ ફિલ્મ સાથે અલ્લુ અરવિંદ, એસકેએન અને મધુ મન્ટેના જેવા નામ જોડાયેલાં છે. મુકેશ છાબરાએ આ અંગે જાહેરાત કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે હતો.
તેમાં તેમણે યોગ્ય ઉમેદવારની અરજીઓ મંગાવી છે. તેમાં દર્શાવાયેલા લાયકાતના ધોરણો મુજબ કોઈ પણ પ્રકારની ત્વચા ધરાવતી દેશની કોઈ પણ રાજ્યની ૧૮થી ૨૩ વર્ષની છોકરી તેના માટે અરજી કરી શકે છે.
આ રોલ માટે નવા ચહેરાની શોધમાં અલ્લુ અરવિંદ, મધુ મોન્ટેના અને એસકેએન પણ મહેનત કરી રહ્યા છેઆનંદ દેવરકોંડાની ફિલ્મ ‘બૅબી’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. તેમાં વૈષ્ણવી ચૈતન્ય, આનંદ દેવરકોંડા અને વિરાજ અશ્વિને મુખ્ય ભુમિકાઓ ભજવી હતી. તેની હિન્દી રીમેકની કવાયત શરૂ કરવામાં આવી છે.SS1MS