2000 હજારની નોટો વટાવવા લોકોનો એક નવો જુગાડ
સોનાની ખરીદી, પેટ્રોલ સાથે હવે વધુ એક નવો ‘જુગાડ’-રૂપિયા બે હજારની નોટના નિકાલ માટે હવે લોકો ટૂર બુકિંગ તરફ વળ્યા
અમદાવાદ, ગુજરાતીઓની ખાસિયત હોય છે કે વિકટ સમસ્યા વચ્ચે સરળતાથી રસ્તા કાઢી જ લે છે. હવે રૂપિયા બે હજારની ચલણી નોટના નિકાલ માટે પેટ્રોલ ભરાવવા-સોનું ખરીદવાથી માંડીને હવે ટૂર બૂકિંગના વિકલ્પ પણ અજમાવી રહ્યા છે.
સરકારના નિર્ણય બાદ રોકડ રકમ આપીને આગામી સિઝન માટનું ટૂર બૂક કરાવનારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયા બે હજારની ચલણી નોટ આગામી ૩૦ સપ્ટેમ્બર બાદ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય જાહેર કરાયા બાદ રૂપિયા બે હજાર પડેલી ચલણી નોટોના નિકાલ માટે પેટ્રોલ પંપમાં પણ લાઈન જાેવા મળી હતી તેમજ સોનું ખરીદવા માટ પણ ઘસારો જાેવા મળી રહ્યો છે.
આ સિવાય અનેક લોકો રૂપિયા બે હજારની પડેલી ચલણી નોટો સાથે ટૂર પણ બૂક કરાવવા ટ્રાવેલ્સની ઓફિસમાં આવી રહ્યા છે. આ અંગે એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ‘પ્રથમ વખત નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે અમારી પાસે રોકડ રકમ આપીને ટૂર બૂકિંગ કરાવનારા ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા.
આ વખતે પણ અનેક લોકો રૂપિયા બે હજારની ચલણી નોટો સાથે ટૂર બૂક કરાવવા માટે આવી રહ્યા છે. પરંતુ પ્રથમ નોટબંધીની સરખામણીએ આ પ્રમાણ સામાન્ય છે. હાલમાં ડોમેસ્ટિક ટૂર માટે જ તેઓ બૂકિંગ માટે આવે છે. અનેક લોકોએ અત્યારથી જ દિવાળીના પ્રવાસ માટે બૂકિંગ કરાવી દીધું છે.
જાે કે રૂપિયા બે હજારની નોટો સાથે વિદેશ પ્રવાસ માટે બૂકિંગ નહીં આવે. જેનું કારણ એ છે કે વિદેશ પ્રવાશે જતી વખતે તેને વિવિધ પ્રકારના ટેક્સની પળોજણમાં પણ પડવું પડે એમ છે.
અન્ય એખ ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ‘રૂપિયા બે હજારની રોકજ રકમ સાથે ટૂર બૂકિંગ કરાવનારાનું હજ સુધીનું પ્રમાણ સામાન્ય છે. જેનું મુખ્ય કારણ એ છે કે રૂપિયા બે હજારનું ચલણી નોટના નીકાલ માટે આ વખતે પૂરતો સમય છે. આમ છતાં નીકાલ માટે વ્યવસ્થા નહીં થાય તો તેઓ છેવટે પ્રવાસ બૂક કરાવવાના વિકલ્પ ઉપર પસંદગી ઉતાર શેક છે.