સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર માટે એક નવો વિકલ્પ

લિલીએ એક નવો વિકલ્પ પ્રદાન કરતા મૌન્જારો (ટિર્ઝેપેટાઇડ) લોન્ચ કર્યું
નિયંત્રિત ક્લિનીકલ ટ્રાયલમાં 72 સપ્તાહોમાં સૌથી વધુ ડોઝ (15mg) અને સૌથી ઓછા ડોઝ (5mg) સાથે ડાયેટ અને કસરત સહિત મૌન્જારો લેતા પુખ્તોએ સરેરાશ 21.8 કિગ્રા વજન ઘટાડ્યુ,1,2 વ્યક્તિઓના પરિણામો અલગ પડી શકે છે
- મૌન્જારોએ તબક્કો 3 SURPASS ક્લિનીકલ ટ્રાયલ્સમા3-9 માં તમામ હરીફો સામે ચડીયાતુ A1C ઘટાડો આપ્યો હતો
- મૌન્જારો એ સપ્તાહમા એક વખત લેવાનાર પ્રિક્સ્કાઇબ કરેલી દવા છે અને તેનો તબીબી સલાહ હેઠળ ઉપયોગ કરવો જોઇએ
નવી દિલ્હી, 20 માર્ચ, 2025: એલી લિલી એન્ડ કંપની (ઇન્ડિયા)એ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) પાસેથી મળેલી માર્કેટિંગ સત્તાને પગલે સિંગલ-ડોઝ વાયલ રજૂઆતમાં મૌન્જારોને લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. આ સ્થૂળતા, વધુ પડતુ વજન અને ટાઇપ-2 ડાયાબિટીઝ ધરાવનારાઓ માટેની સૌપ્રથમ એવી દવા છે જે GIP (ગ્લુકોઝ આધારિત ઇન્સ્યુલિનોટ્રોપીક પોલીપેપ્ટાઇડ) અને GLP-1 (ગ્લુકાગોન જેવા પેપ્ટાઇડ-1) હોર્મોન રિસેપ્ટર્સ એમ બન્નેને સક્રિય કરે છે.
મૌન્જારોનો ઘટેલી કેલરીવાળા ખોરાકની સંલગ્ન હોવા તરીકે અને ઓછામાં ઓછી એક વજન સંબંધિત કોમોર્બિડ સ્થિતિની હાજરીમાં 30 kg/m2નો પ્રારંભિક બોડી માસ ઇન્ડેક્સ (BMI) અથવા વધુ (સ્થૂળતા) અથવા 27 kg/m2 અથવા વધુ (વધુ પડતુ વજન) જે પુખ્તો ધરાવતા હોય તેમનામાં લાંબા ગાળાના વજન સંચાલન માટે વધેલી શારીરિત પ્રવૃત્તિનો નિર્દેશ કરે છે. મૌન્જારોનો ટાઇપ-2 ડાયાબિટીઝ મેલીટસ સાથેના પુખ્તોમાં ગ્લાયકેમિક નિયંત્રણાં સુધારો કરવામાં માટે ડાયેટ અને કસરતના સંલગ્ન તરીકે પણ નિર્દેશ કરવમાં આવે છે.
“ભારતમાં સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસનો બેવડો બોજ ઝડપથી એક મુખ્ય જાહેર આરોગ્ય પડકાર તરીકે ઉભરી રહ્યો છે.”આ રોગોના નિવારણ અને વ્યવસ્થાપનમાં જાગૃતિ લાવવા અને સુધારો કરવા માટે લિલી સરકાર અને ઉદ્યોગ સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે” એમ કહેતા લિલી ઇન્ડિયાના પ્રમુખ અને જનરલ મેનેજર વિન્સેલો ટકરએ ઉમેર્યુ હતુ કે “ભારતમાં સ્થૂળતા અને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે જીવનને વધુ સારું બનાવવાનું અમારું મિશન નવીન દવાઓની રજૂઆતને વેગ આપવાના અમારા પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. મૌન્જારોનું લોન્ચિંગ આ મિશનને અમારા સતત સમર્થન અને સ્વસ્થ રાષ્ટ્રના અમારા સહિયારા દ્રષ્ટિકોણને દર્શાવે છે.”
ટિર્ઝેપેટાઇડનું બે મજબૂત વૈશ્વિક ક્લિનીકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ: SURMOUNT – 1 લાંબા ગાળાના વજન સંચાલન માટેની ટ્રાયલ્સ અને SURPASS ટાઇપ-2 ડાયાબિટીઝ માટેની ટ્રાયલ્સ.
SURMOUNT-1, જે એક એવો અભ્યાસ હતો જેમાં સ્થૂળતા, અથવા વધુ વજન અને ડાયાબિટીસ સહિત વજન સંબંધિત તબીબી સમસ્યાઓ ધરાવતા 2,539 પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યો હતો, આહાર અને કસરત ઉપરાંત મૌન્જારોનો ઉપયોગ કરતા લોકોએ 72 અઠવાડિયામાં પ્લેસિબોની તુલનામાં નોંધપાત્ર વજન ઘટાડ્યું હતુ, જેમાં સૌથી વધુ માત્રા (115 mg) પર, મૌન્જારો લેતા લોકોએ સરેરાશ 21.8 kg વજન ઘટાડ્યું,
જ્યારે સૌથી ઓછી માત્રા (5 mg) પર, લોકોએ સરેરાશ 15.4 kg વજન ઘટાડ્યું (પ્લેસિબો પર 3.2 kgની સરખામણીમાં).1,2 વધુમાં, ટાઇપ 1 એરર માટે નિયંત્રિત ન હોય તેવા ડેટા અનુસાર, સૌથી વધુ માત્રામાં મૌન્જારો લેતા 3 માંથી 1 દર્દીએ 26.3 kg (શરીરના વજનના 25%)થી વધુ વજન ઘટાડ્યું હતુ, જ્યારે પ્લેસિબો પર 1.5% હતું.1,2ટૂંકમાં કહીએ તો, SURMOUNT-1 અભ્યાસમાં મૌન્જારોએ 21.8 kg સુધી વજન નોંધપાત્ર રીતે ઘટાડ્યું હતુ. 1,2
તબક્કા 3 SURPASS કાર્યક્રમમાં, મૌન્જારો 5 mg, 10 mg અને 15 mg માટે એકલા અથવા સામાન્ય રીતે સૂચવવામાં આવેલી ડાયાબિટીસ દવાઓ સાથેના સંયોજનમાં અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ, જેમાં મેટફોર્મિન, SGLT2 ઇન્હીબિટર્સ, સલ્ફોનીલ્યુરિયા અને ઇન્સ્યુલિન ગ્લેર્ગિનનો સમાવેશ થાય છે. SURPASS કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ 40 અઠવાડિયાના સમયગાળા દરમિયાન મૌન્જારો 5 mg માટે સરેરાશ A1Cમાં 1.8% અને 2.1%ની વચ્ચે અને મૌન્જારોo 10 mg અને મૌન્જારો 15mg બંને માટે 1.7% અને 2.4%ની વચ્ચે ઘટાડો હાંસલ કર્યો હતો.3-6 એકંદરે, કાર્યક્રમે દર્શાવ્યું કે મૌન્જારો, એકલા અથવા અન્ય ડાયાબિટીસ દવાઓ સાથે ઉપયોગમાં લેવા છતાં, A1Cમાં 2.4% સુધીનો ઘટાડો કરે છે. 3-6
ભારતમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને પુખ્ત દર્દીઓની શ્રેણીમાં આમાંથી લગભગ અડધા લોકોને સબઓપ્ટિમલ ગ્લાયકેમિક નિયંત્રણ સાથે અપૂરતી સારવાર આપવામાં આવી રહી છે.10 સ્થૂળતા, એક ક્રોનિક રિલેપ્સિંગ રોગ, ડાયાબિટીસ માટે એક મુખ્ય જોખમ પરિબળ છે, જે હાઈપરટેન્શન, ડિસ્લિપિડેમિયા, કોરોનરી હૃદય રોગ અને અવરોધક સ્લીપ એપનિયા સહિત 200થી વધુ સ્વાસ્થ્ય ગૂંચવણો સાથે જોડાયેલ છે. 11,12 2023 સુધીમાં, ભારતમાં પુખ્ત વયના લોકોમાં સ્થૂળતાનો વ્યાપ લગભગ 6.5% હતો, જે લગભગ 10 કરોડ લોકોને અસર કરે છે.13
“”સ્થૂળતા અને ડાયાબિટીસને વિવિધ જીવન-મર્યાદિત સ્વાસ્થ્ય ગૂંચવણો સાથે જોડાયેલી ગંભીર સ્થિતિઓ તરીકે ઓળખવામાં આવે છે, જે અસરકારક અને સતત સારવારને મહત્વપૂર્ણ બનાવે છે. આ અપૂર્ણ તબીબી જરૂરિયાતોને સંબોધવા માટે અમે ભારતમાં મૌન્જારોને રજૂ કરતા રોમાંચિત છીએ. મૌન્જારો મેટાબોલિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન માટે એક નવો અભિગમ પ્રદાન કરી શકે છે, જે આરોગ્યસંભાળ પ્રદાતાઓને આ રોગોની સારવાર માટે એક નવીન વિકલ્પ પ્રદાન કરે છે,” એમ લિલી ઈન્ડિયાના સિનિયર મેડિકલ ડિરેક્ટર ડૉ. મનીષ મિસ્ત્રીએ જણાવ્યું હતું.”
સપ્તાહમાં એક વાર, પ્રિસ્ક્રિપ્શન-આધારિત દવા, મૌન્જારો એક એવું પરમાણુ છે જે GIP અને GLP-1 રીસેપ્ટર્સ બંને સાથે પસંદગીયુક્ત રીતે જોડાય છે અને સક્રિય કરે છે, જે કુદરતી ઇન્ક્રિટિન હોર્મોન્સ છે. ગ્લુકોઝ-આધારિત રીતે, મૌન્જારો પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના ઇન્સ્યુલિન સ્ત્રાવને સુધારે છે, અને ગ્લુકોગન સ્તર ઘટાડે છે; તે ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં પણ સુધારો કરે છે અને ગેસ્ટ્રિક ખાલી થવામાં વિલંબ કરે છે14. GIP રીસેપ્ટર્સ અને GLP-1 રીસેપ્ટર્સ બંને મગજના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વ્યક્ત થાય છે જે ભૂખને નિયંત્રિત કરે છે. મૌન્જારો ખોરાકનું સેવન, શરીરનું વજન ઘટાડે છે અને ભૂખને નિયંત્રિત કરીને ચરબીનું પ્રમાણ ઘટાડે છે; વધુમાં, મૌન્જારો લિપિડ ઉપયોગને નિયંત્રિત કરતુ હોવા તરીકે દર્શાવવામાં આવ્યું છે. મૌન્જારો (ટિર્ઝેપેટાઇડ) પહેલાથી જ અનુક્રમે ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતા સાથે જીવતા લાખો લોકો પર જબરદસ્ત અસર કરી ચૂક્યું છે.