ભરૂચના જુના સરદાર બ્રીજ પાસે થેલામાં ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના જુના સરદાર બ્રિજ નીચેથી થેલા માંથી શાકભાજી લેવા જતા વૃદ્ધાને ત્યજી દીધેલ નવજાત ઈજાગ્રસ્ત હાલતમા બાળકી મળી આવતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જઈ તપાસ હાથધરી હતી. શાંતાબેન નામના વૃદ્ધા શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા.
તે દરમ્યાન જૂના સરદાર બ્રિજ નીચે એક થેલો પડેલો જાેતાં તે લેવા ગયા હતા.થેલો ઉંચકતા તેમાં એક નવજાત બાળકી નજરે પડ્યું હતું.જેને ઈજા થઈ હોવાનું પણ જણાતા આ ત્યજી દીધેલ બાળકી અંગે શાંતાબેન તાત્કાલિક પોલીસ અને ૧૦૮ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયુ હતું. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી હતી.