રહીયોલ ગામે રાત્રીસભા યોજાઇ
પ્રતિનિધિ.મોડાસા. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહીયોલ ગામમા જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કલેક્ટરે ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં. અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.રાત્રી સભાને સંબોધીત કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રહીયોલ ગામના પ્રશ્નો તદુપરાંત અન્ય સમસ્યાઓને દુર કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
ગ્રામજનોને કોઈ પણ પ્રશ્ન હોય તો નિઃસંકોચપણે રજુઆત કરવા માટે જણાવ્યું હતુ. અને તમામ આ પ્રશ્નનો ઉકેલ ત્વરિતપણે લાવવામાં આવશે તેની ખાતરી આપી હતી.અને સરકારની યોજનાઓ અને તેના સીધા લાભ લોકો સુધી પોહચે તે માટે માહિતી આપવામાં આવી. આ રાત્રી સભામા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત,ડીડીઓશ્રી કમલ શાહ, ડ્ઢઇર્ડ્ઢં ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા, તેમજ અન્ય વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.