સરકારી ઓફિસમાં ટાઈમ પર ચા ન પહોંચતા નોટિસ ફટકારી
ઝાલાવાડ, રાજસ્થાનમાં એક ચાવાળાને સરકારે નોટિસ મોકલી હતી. સાંભળવામાં ભલે થોડું વિચિત્ર લાગે પણ આ નોટિસ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. હાલમાં જ ઝાલાવાડ જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્વચ્છ ભારત મિશન બ્લોક કોઓર્ડિનેટરે ચાવાળાને નોટિસ ફટકારી હતી.
ચાવાળાની ભૂલ ફક્ત એટલી હતી કે તે ઓફિસમાં સમયસર ચા પહોંચાડતો નહોતો. જેને લઈને ઓફિસના કર્મચારીઓએ તેને નોટિસ મોકલી હતી. આ સમગ્ર મામલો ઝાલાવાડ જિલ્લાના મનોહરથાના પંચાયત સમિતિના કાર્યાલયનો છે. બ્લોક કોઓર્ડિનેટર મોહનલાલે પંચાયત સમિતિમાં ચાની દુકાન લગાવતા બિરમચંદને કારણ બતાઓ નોટિસ આપી હતી. આ નોટિસ સમય પર કાર્યાલયમાં ચા ન પહોંચવાના કારણે આપવામાં આવી હતી.
નોટિસમાં લખ્યું છે કે, પંચાયત સમિતિ કાર્યાલયમાં ચાની દુકાન લગાવતા વિરમચંદને ફોન કરીને ચા મગાવી, તેના પર તેણે સંતોષજનક જવાબ ન આપ્યો. વિરમચંદે ફોન પર જવાબ આપ્યો કે, ભેંસનું દૂધ કાઢ્યા બાદ ચા લઈને આવું છું. આ આખો મામલો તેના પર આધારિત છે. નોટિસમાં લખ્યું છે કે, ઉપરોક્ત વિષયઅંતર્ગત તમને પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા મગાવવા બાબતે, શ્રી મોહનજી દ્વારા ફોન કર્યો હતો, જેમાં તમારા દ્વારા સંતોષજનક જવાબ નથી મળ્યો, તથા સાથે જ તમે ભેંસનું દૂધ કાઢીને ફરીથી ચા લાવવાનું કહેવામાં આવ્યું છે, આ કૃત્ય આપની ઘોર લાપરવાહી બતાવે છે તથા અત્યંત ખેદજનક વિષય છે.
તેથી હવે આપ આજની તારીખથી પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા લાવતા પહેલા ભેંસનું દૂધ કાઢીને તૈયાર રાખો તથા આજ પછી કોઈ પણ કર્મચારી, અધિકારીના ફોન આવે તો તરત ચા લઈને હાજર થાઓ, નહીંતર આપના વાસણ અને ઠીકરા ઉપાડી ચાલતી પકડજાે. સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોઓર્ડિનેટર મોહનલાલના કાર્યાલયે નોટિસને ફેક ગણાવી છે.
તેમણે કહ્યું કે, પંચાયત સમિતિના કોમ્પ્યુટર ઓપરેટરે લંચ દરમ્યાન હસી મજાકમાં આ નોટિસ ટાઈપ કરી ચાવાળા આપી દીધી હતી. જેને કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.SS1MS