Western Times News

Gujarati News

હળવદ મહર્ષિ ગુરૂકુળ દ્વારા વિદ્યાર્થીઓમા બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાનો નવતર અભિગમ

(પ્રતિનિધિ) હળવદ, ગત શનિવારના રોજ મહર્ષિ ગુરૂકુળ-હળવદ ખાતે ધો.૧૦ તેમજ ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત કરવામા આવી આવેલ છે.શિક્ષણ જગતમા કાયમી નવા વિચારો સાથે જાેડાયેલી ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે સુવિખ્યાત એવા મહર્ષિ ગુરૂકુળ વિદ્યાર્થીઓ,વાલીઓ અને સમાજ માટે સાતત્ય પૂર્ણ આયોજન કરતુ આવ્યુ છે. કોરોનાની મહામારીના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ની બેચના ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપ્યા વિના જ,પાસ જાહેર કરવામા આવ્યા હતા.જેથી તે વિદ્યાર્થીઓ આ વર્ષે સીધા ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આપનાર છે.ત્યારે,ધો.૧૦ તેમજ ધો.૧૨ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત જ બોર્ડની પરીક્ષા આપતા હોવાથી તેઓને બોર્ડ પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ આપવા,મહર્ષિ ગુરૂકુળ PRE-BORD EXAM-૨૦૨૩નુ આયોજન કરવામા આવેલ છે.

બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર ક્રમાંક,બેઠક નંબર,બાર કોડ સ્ટીકર,ખાખી સ્ટીકર તેમજ ઉત્તરવહી પરની માહિતી ભરવામા ઘણા વિદ્યાર્થીઓ ઘણી ભૂલ કરતા હોય છે.આવી ભૂલોના નિદાન અને ઉપચાર અર્થે SSC/HSC બોર્ડની પરીક્ષા પેહલા પ્રિ-બોર્ડ પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ છે.જેમા મહર્ષિ ગુરૂકુળ સહીત તેમની સાથે જાેડાયેલ નવ નિર્માણ વિદ્યાલય અને નાલંદા વિદ્યાલયના થઈ કુલ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઍ ભાગ લીધેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા ગુરુકુળના એમ. ડી રજનીભાઇ સંઘાણી ઍ જણાવ્યુ હતુ કે-ગુજરાત શિક્ષણ બોર્ડમા ઉપયોગમા લેવાતા સાહિત્ય જેવા કે-ર્ંસ્ઇ શીટ, જવાબવહી,પુરવણી, હોલટિકિટ, ખાખી સ્ટીકર,બારકોર્ડ સ્ટીકર અમારી શાળાના જ રહેશે.પરંતુ,બેઠક વ્યવસ્થા તેમજ બ્લોક વ્યવસ્થા બોર્ડની પરીક્ષા મુજબ જ ગોઠવણ કરવામા આવેલ છે.આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય,પરીક્ષા દરમ્યાન થતી ભૂલો અટકાવીને પરીક્ષાના સાહિત્યથી વાકેફ કરી, નિદાન તેમજ ઉપચાર થકી બોર્ડની પરીક્ષાના પરિણામમા વધારો થાય તે અંગે ઉપયુક્ત આયોજન કરવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.