Western Times News

Gujarati News

SVP હોસ્પિટલમાં દોઢ વર્ષના બાળકની લીવરની સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી

છ કલાકના જટીલ ઓપરેશન દરમ્યાન દર્દીના લીવરનો 90% જેટલો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ. વી. પી. હોસ્પિટલ કોરોના કાળ દરમ્યાન દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. ત્યારબાદ પણ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ જટિલ ઓપરેશનો કરીને દર્દીઓને નવજીવન આપ્યું છે.

થોડા દિવસો પહેલા જ જામનગર ના એક બાળકના લીવરનું અત્યંત મુશ્કેલ ઓપરેશન હોસ્પિટલના તબીબો ઘ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બાળક ચહેરા પર મુસ્કાન પરત આપી છે.

એસ.વી.પી.હોસ્પિટલ ના સૂત્રોએ જણાવ્યા મુજબ જામનગરથી દોઢ વર્ષના  બાળકને સારવાર માટે અમદાવાદ તેના માતા-પિતા લઈને આવ્યા હતા. આ બાળકને હિપેટોબ્લાસ્ટોમાં લીવર (યકૃતનું )ના કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેન્સર ૧૦ લાખ બાળકોમાંથી માત્ર એકાદ બાળકને જવલ્લેજ જ થતું હોય છે.

બાળકને સાત કિમોથેરાપીના ડોઝ અન્ય હોસ્પિટલ ખાતે આપવામાં આવેલ હતા. ત્યારબાદ તેને ઓપરેશન કરવાની આવશ્યકતા જણાઇ આવી હતી. આ માટે Right extended Hepatectomy નામનું જટિલ ઓપરેશનની જરૂર હતી. આ ઓપરેશન કરાવવા સારૂ દર્દીએ અન્ય હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યા આ ઓપરેશન ન થઇ શકતા દર્દીના સગાએ એસ.વી.પી. હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

એસ. વી. પી. હોસ્પિટલના ગેસ્ટ્રોસર્જરીના તબીબોએ બાળકનું જીવનું જોખમ ધરાવતું આ લીવર કેન્સરનું અત્યંત જટીલ ઓપરેશન પી.એમ.જે.વાય. યોજના હેઠળ કરવા નિર્ણય કર્યો હતો તેમજ 3 જુલાઈના રોજ ઓપરેશન એસ. વી.પી. હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરીની ટીમ સાથે પિડીયાટ્રીક સર્જન, એનેસ્થેટીસ્ટ, પીડિયાટ્રીશિયનની ટીમે ઓપરેશન કર્યું હતું.

આશરે છ કલાકના જટીલ ઓપરેશન દરમ્યાન દર્દીના લીવરનો 90% જેટલો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પીડિયાટ્રીક આઇ.સી.યુ.મા સારવાર આપી બાળકને ગભીર સ્થિતીમાંથી બહાર કાઢવામાં આવ્યુ. બાળક ઓપરેશનના બીજા દિવસે ભાનમાં આવ્યુ.

બધી જટીલ નળીઓ કાઢી અને બાળક સ્વસ્થ રીતે માતા-પિતા સાથે રમતું થયું.  આ બાળકની સારવાર પી.એમ.જે.વાય. યોજના અંતર્ગત તદ્દન મફત કરવામાં આવી હતી. આ ઓપરેશનનો પ્રાઇવેટ હોસ્પિટલમા આશરે ૩ (ત્રણ) લાખ જેટલો ખર્ચ થવા પામે છે. આ ઓપરેશન ગેસ્ટ્રોસર્જન ડૉ.પ્રેમલ દેસાઇ અને પીડિયાટ્રીક સર્જન ડૉ.રામેન્દ્ર શુક્લાની આગેવાની હેઠળ કરવામા આવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.