સુરતમાં કન્સ્ટ્રકશન સાઇટ્સ પર લોખંડની પ્લેટ પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત થયું
એકની એક વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો
સુરત, સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી હતી,જ્યાં દોઢ વર્ષની બાળકી પર લોખંડની પ્લેટ પડતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.
સુરતઃ સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી હતી,જ્યાં દોઢ વર્ષની બાળકી પર લોખંડની પ્લેટ પડતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી મુજબ દાહોદના વતની પંકજભાઈ ભરતભાઈ મેડા સુરતમાં મજુરી કામ કરી પત્ની અને દોઢ વર્ષની દીકરીનું ગુજરાન ચલાવે છે. હાલમાં તેઓ ઘોડદોડ રોડ સુભાષનગર પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન માતા-પિતા કામ કરતા હતા અને તેઓની દોઢ વર્ષની દીકરી રમતી હતી. લોખંડની પ્લેટ દોઢ વર્ષની બાળકીના માથે પડી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માતા-પિતા બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
એકની એક વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતકના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું હતું કે જે કન્ટ્રકશનના માલિક છે તેમને લોખંડની પ્લેટ ભરવાનું જણાવ્યું હતું જો કે પ્લેટ ભરવાની ના પાડી હતી છતાં લોખંડની પ્લેટ ભરવામાં આવી હતી જેથી પુત્રી માંથી લોખંડની પ્લેટ પડી જતા પુત્રીનું મોત નિપજ્યું છે, હાલ પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યું છે,