Western Times News

Gujarati News

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં જાહેરમાં ચાલી રહી છે પાન-મસાલાની હાટડી

હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં જ ચા-પાનની સાથે તમાકુવાળા પાન-મસાલાની હાટડી ખોલી નાખવામાં આવી છે.

અમરેલી, અમરેલીની સીવીલ હોસ્પિટલનું ખાનગીકરણ કરીને શાંતાબા ગજેરા ટ્રસ્ટના હવાલે કરવામાં આવ્યા બાદ આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થવાનાં બદલે દર્દીઓ વધારે દુવિધાના સપડાઈ રહયા છે.

આરોગ્યલક્ષી સેવા કથળતા જ ખાનગી પાન મસાલાની હાટડી પણ ખોલી નાખવામાં આવતા ઉહાપોહ મચી ગયો છે. અમરેલી જીલ્લાની ૧૭ લાખની જનતાને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં અમરેલીની શાંતાબા જનરલ હોસ્પીટલ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.

સરકારની ખાનગીકરણની નીતીના નિયમોનો ઉલાળીયો કરીને શાંતાબા જનરલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં જ ચા-પાનની સાથે તમાકુવાળા પાન-મસાલાની હાટડી ખોલી નાખવામાં આવી છે.

શાંતાબા જનરલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા અગાઉ અહી હોસ્પિટલના કેમ્પસમાં પાનમસાલાના ઉપયોગ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ કેમ્પસમાં જ પાન-મસાલાનું સરેઆમ વહેચાણ કરવામાં આવી રહયું છે. અને આ હાટડીનું મસમોટું ભાડુ પણ વસુલવામાં આવતું હોવાની ચર્ચા વહેતી થઈ છે. શાંતાબા જનરલ હોસ્પિટલનાં કેમ્પસમાં પાન-માવાની દુકાન ખોલવાની પરવાનગી કોણે આપી ? તેવા સવાલો પણ ઉઠયા છે.

આ ઉપરાંત એવી પણ ફરીયાદો ઉઠી છે. કે શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્ટ્રેચરમાં પીડાતા દર્દીઓની જરૂરી સારવાર અર્થે ડોકટર તો શું પેરા મેડીકલ સ્ટાફ પણ ફરકતો નથી. જેના કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં હવાલે થવાનો વખત આવે છે. દર્દીઓને ખાનગી હોસ્પિટલના હવાલે થવાનો વખત આવે છે.

દરરોજ અનેક આરોગ્ય લક્ષી ફરીયાદો સામે આવી રહયો હોવા છતાં પણ સરકારી તંત્રની શાંતાબા જનરલ હોસ્પિટલ સાથે મીલી ભગતની નીતી હોઈ તેમ કોઈ પગલા ભરવામાં આવતા નથી. આ ટ્રસ્ટના હાથ રાજકીય રીતે ખુબ જ ઉંચે સુધી પહોચતા હોવાના કારણે પગલા ન ભરાતા ગરીબ દર્દીઓ પીસાય રહયા છે. જોકે હવે જવાબદારો સામે કડક અને નિર્ણાયક પગલા ભરવા માંગણી ઉઠી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.