વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ

વોશિંગ્ટન, પ્લેન ક્રેશને કારણે અમેરિકામાં હોબાળો મચી ગયો છે. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક આકાશમાં એક પેસેન્જર વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ વિમાન દુર્ઘટના એરપોર્ટ નજીક બની હતી. વિમાન અને હેલિકોપ્ટરનો કાટમાળ પોટોમેક નદીમાં પડ્યો હતો.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટને ટાંકીને જણાવ્યું છે કે, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફાયરબોટ ઘટનાસ્થળે હાજર છે.કેટલાક મીડિયા રિપોટ્ર્સ અનુસાર, એરપોર્ટની ઉપર એક પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં જોવા મળે છે કે, રીગન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન હેલિકોપ્ટર સાથે કેવી રીતે અથડાયું હતું.
આ દરમિયાન, ઘટના બાદ બધી ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, આ ટક્કર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૫૩૪૨ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટક્કર બાદ વિમાન આગનો ગોળો બની જાય છે અને આકાશમાં તણખા ફૂટે છે.
જોકે, હેલિકોપ્ટર અને નાના વિમાન વચ્ચે થયેલી ટક્કર બાદ રીગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની બધી ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે. શરૂઆતના અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. હાલમાં, આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે તેની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
અથડામણની ગંભીરતાને કારણે મૃત્યુઆંક ઘણો મોટો હોઈ શકે છે.યુએસ સેનેટર ટેડ ક્›ઝે કહ્યું હતું કે, આ ઘટનામાં મૃત્યુ થયા છે, પરંતુ અમને હજુ સુધી ખબર નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. આ દરમિયાન, એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.SS1MS