હયાત નથી તે મહિલાનો નકલી કરારથી પાસપોર્ટ બનાવ્યો
પૂણે, આ રમત પાછળ એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. આ રેકેટ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતમાં લાવે છે અને તેમને ભારતીય ઓળખ આપીને આરબ દેશોમાં જવા માટે મદદ કરે છે. બદલામાં, ઘૂસણખોરો પાસેથી ૭ લાખ રૂપિયા સુધીની રકમ એકત્ર કરવામાં આવી હતી.
આ કામમાં વેબસાઈટની પણ મદદ લેવામાં આવી હતી. સુમન તુજારે હયાત નથી. પરંતુ પુણેની આ મહિલાની ઝૂંપડપટ્ટી માટે નકલી કરાર કરીને બાંગ્લાદેશીઓએ તેનો પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. તેઓએ આરબ દેશોમાં જઈને રોજગાર મેળવવા માટે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. મુંબઈ પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં ૨૦ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના ૨ ભારતીય મદદગારોની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસની વિશેષ ટીમ છેલ્લા અઢી મહિનાથી આ કેસની તપાસ કરી રહી છે. આ બાંગ્લાદેશીઓના પાસપોર્ટ ચેક કરતાં આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ૬ બાંગ્લાદેશીઓએ કરાર તૈયાર કરીને સુમન તુજારે નામની મૃતક મહિલા માટે પાસપોર્ટ તૈયાર કર્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પાસપોર્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પુણે પોલીસે પાસપોર્ટ અરજીના વેરિફિકેશન દરમિયાન આ સરનામું પણ ચકાસી લીધું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે તેની ટીમે સરનામું તપાસ્યું ત્યારે પરિવારના સભ્યોએ પુષ્ટિ કરી કે સુમન તુજારેનું મૃત્યુ થોડા વર્ષો પહેલા થયું હતું. તેણે એ પણ જણાવ્યું કે તેની ઝૂંપડપટ્ટી ક્યારેય કોઈને ભાડે આપવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશીઓએ તુજારેના નામે નકલી ભાડા કરાર કર્યા અને પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવ્યા. પોલીસે તેની ખરાઈ પણ કરી હતી. પુણેના પોલીસ કમિશનર રતેશ કુમારે કહ્યું છે કે આ મામલે પાસપોર્ટ વેરિફિકેશન વિભાગના ૫ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
એસઆઈ પ્રમોદ નિમ્બાલકર અને મુંબઈ પોલીસના એન્ટી ટેરરિસ્ટ સેલ (એટીસી)ના સિનિયર ઈન્સ્પેક્ટર નિનાદ સાવંતની આગેવાની હેઠળ બોરીબલી પોલીસ સ્ટેશનની ટીમ આવા કેસોને સંભાળી રહી છે.
આ ટીમે અત્યાર સુધીમાં ૨૦ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બે ભારતીય સહયોગીઓની ધરપકડ કરી છે. આ લોકો નકલી દસ્તાવેજાેની મદદથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજાેના બહાને પાસપોર્ટ મેળવતા હતા અને મધ્ય પૂર્વના દેશોમાં જવાનો પ્રયાસ કરતા હતા. SS2SS