ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ના મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા નુ ઉદાહરણ પુરૂ પાડ્યું.તા. ૦૪/૧૦/૨૨ ના દિવસે ડાકોર પો.સ્ટે.ના પી.આઈ.ડી કે ભીમાણી તરફ થી ઈદે મિલાદ તેમજ તેજ દિવસે શરદ પુર્ણિમા નો તહેવાર હોવાથી શાંતિ સમિતિની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ મિટિંગ મા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા. યાત્રાધામ હોવાને કારણે પુનમ ના દિવસે હજારોની સંખ્યામાં યાત્રાળુ ઓ દર્શને આવવા ના કારણે ભીડ થવી આવશ્યક છે.
અને એજ દિવસે ઈદે મિલાદ નુ જુલુસનિકળે તો પોલીસ પ્રસાશન તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો ભીડ ને લઈ તકલીફ મા મુકાય તે વાત ને ધ્યાનમા રાખી મુસ્લિમ સમાજ ના આગેવાન તેમજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના હોદ્દેદારો એવા અસગર.આઈ શેખ તેમજ જીયાઉદ્દીન વ્હોરા તરફ થી ઈદે મિલાદ નુ જુલસ મોકુફ રાખી મુસ્લિમ વિસ્તારમાં તેની ઉજવણી થાય તેઓ ર્નિણય કરતા કોમી એકતા નુ ઉદાહરણ પુરૂ પાડતા તમામ હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો એ તેની સરાહના કરી હતી આ મીટીંગ મા કાલસર. ઢુણાદરા ના મુસ્લિમ સમાજ ના આગેવાનો સહિત વિશ્વ હિન્દુ પરીષદ ના હોદ્દેદારો એવા મુકેશ ભાઈ પટેલ પ્રકાશ ભાઈ પંડ્યા ઢુણાદરા ગામ ના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.