સરકારી કર્મચારી પેન્શન કેસને લગતી કોઈપણ માહિતી ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકે તે માટે પેન્શન પોર્ટલ કાર્યરત
વિધાનસભા ગૃહમાં કર્મચારી/અધિકારીના પેન્શનના પડતર કેસો સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા સરકારી કર્મચારી-અધિકારીઓના પેન્શન માટેની કાર્યવાહી મોટાભાગે ઓનલાઇન કરી દીધી છે. A pension portal is functioning so that government employees can get any information related to pension cases online at home
એટલું જ નહીં કર્મચારી-અધિકારીઓ પેન્શન કેસને લગતી કોઈપણ માહિતી ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકે તે માટે પેન્શન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. દર મહિને ૪.૯૯ લાખથી વધુ પેન્શનરને તેમના બેંક ખાતામાં નિયમિતપણે રૂ.૧૫૭૫ કરોડ ચૂકવવામાં આવે છે.
તે ઉપરાંત સરકારી કર્મચારી/અધિકારીના મૃત્યુના કિસ્સામાં અપાતા કુટુંબ પેન્શન અને તેની પાત્રતા તથા ધોરણો અંગે મંત્રીશ્રીએ માહિતી આપી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી ખાતે અધિકારી/કર્મચારીના રજૂ થયેલા કુલ ૫૯૬ પેન્શન કેસો પડતર હતા. જે પૈકી હાલ એક પણ પેન્શન કેસ પડતર નથી.