Western Times News

Gujarati News

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ડાંગના વ્યક્તિની મફત સારવાર કરાઈ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઇ

પરિવારની આકસ્મિત સંકટની ઘડીમાં પીએમ જન આરોગ્ય કાર્ડથી સફળ ઓપરેશન કરાયું -આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલમાં મફત સારવાર મળી – લાભાર્થી જયુભાઇ ચોધરી

(ડાંગ માહિતી )ઃ આહવા, પરીવારના મુખ્ય કમાનાર વ્યક્તિનુ આકસ્મિત રીતે ગંભીર અકસ્માત થતા પરીવાર માટે હોસ્પિટલનો ખર્ચો કાઠવો મુશ્કેલ બન્યો હતો.

પંરતુ પરિવારની આ સંકટની ઘડીમા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ જરૂરિયાતમંદ પરિવાર માટે આશિર્વાદરૂપ સાબીત થયું હતું. આ કાર્ડ દ્વારા લાભાર્થીનું ઓપરેશન તો સફળ થયું જ, તે ઉંપરાત હોસ્પિટનો તમામ ખર્ચ પણ સરકાર દ્વારા ઉઠાવવામા આવ્યો.

આ વાત છે અકસ્માતમા ગંભીર રીતે ઘાયલ થયેલ ડાંગ જિલ્લાના જામલાપાડા ગામના શ્રી જયુભાઇ ચોધરીની. પરીવારના મુખ્ય કમાનાર વ્યક્તિ શ્રી જયુભાઇ ચોધરીને એક દિવસ અણધારી રીતે ગંભીર રોડ અકસ્માત નડ્યો હતો. જેમા તેઓના બંન્ને પગ ગંભીર રીતના ઘાયલ થયા હતા. સારવાર અર્થે તેઓને તાત્કાલિક ઘોરણે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.

જ્યા તેઓના ઘરની આર્થીક પરિસ્થિતી નબળી હોવાથી હોસ્પિટલનો ખર્ચ કાઠવો મુશ્કેલ બન્યો હતો. પંરતુ આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત પી.એમ.વાય.જે.એ.વાય કાર્ડ હોવાથી તેઓનુ હોસ્પિટલમા ઓપરેશન સફળ બન્યુ ઉંપરાત હોસ્પિટલમા મફત સારવાર મળી જે માટે તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

તેઓ જણાવે છે કે, તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવા માટે આર્થીક રકમ ભેગી કરવી મુશ્કેલ હતી. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી જયુભાઇને પી.એમ.વાય.જે.એ.વાય કાર્ડ આશિર્વાદરૂપ સાબીત થયો છે. અકસ્માત કે ગંભીર બિમારીના સંકટ પી.એમ.વાય.જે.એ.વાય વરદાન રૂપ છે. તેઓ દરેક લોકોને આ કાર્ડ કઠાવી તેનો લાભ લેવા માટે આહવાન કરે છે.

પી.એમ.વાય.જે.એ.વાય કાર્ડથી અકસ્માત સમયે ગરીબ પરિવારનુ આર્થીક સંકટ દુર થયુ. સાથે જ હોસ્પિટલમા વિના મુલ્યે સારવાર મળી અને ઓપરેશન સફળ બન્યુ. ગરીબ પરિવારો માટે આ કાર્ડ વિનામુલ્યે કાઢી આપવામા આવે છે. ત્યારે જિલ્લા અધિક આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પણ આ કાર્ડ મેળવી લેવાની લોકોને અપીલ કરવામા આવી છે.

રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આયુષ્યમાન ભારત યોજનાની સહાયની રકમમા વધારો કરીને રૂપીયા ૧૦ લાખ કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યના ૨૦ લાખથી વધુ લોકોને કાર્ડ આપવામા આવ્યા છે. હાલમા કાર્ડ ધારકોની સંખ્યા ૧.૭૭ કરોડની થઇ ગઇ છે. ૮૨ લાથથી વધુ આયુષ્યમાન ભારત સ્વાસ્થયના ખાતા લોન્ચ કરવામા આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.