ગરમીથી બચવા રીક્ષાચાલકે અપનાવ્યો અનોખો જુગાડ
હાલના દિવસોમાં કેટલાય રાજ્યોમાં ભીષણ ગરમીનો વર્તારો છે a person put a cooler in the rickshaw to avoid the heat
હકીકતમાં જાેઈએ તો, સોશિયલ મીડિયા પર મોટા ભાગે આવા વીડિયો જાેવા મળે છે, જે કેટલાય લોકોને પ્રભાવિત કરે છે
View this post on Instagram
નવી દિલ્હી,હાલના દિવસોમાં કેટલાય રાજ્યોમાં ભીષણ ગરમીનો વર્તારો છે. જેના કારણે અમુક લોકો પોતાની રજાઓ માણવા માટે પહાડી રાજ્યોમાં જઈ રહ્યા છે, તો અમુક લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ પ્રકારની કોશિશ કરે છે. આ દરમ્યાન એક ઓટોચાલકે સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. જેમાં તેણે ગરમીથી બચવા માટે ખાસ જુગાડ અપનાવ્યો છે.
હકીકતમાં જાેઈએ તો, સોશિયલ મીડિયા પર મોટા ભાગે આવા વીડિયો જાેવા મળે છે, જે કેટલાય લોકોને પ્રભાવિત કરે છે. અમુક યુઝર્સ આ જુગાડને અપનાવવાની કોશિશ પણ કરતા હોય છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સૌને ચોંકાવી રહ્યો છે.
જેમાં ગરમીથી રાહત મેળવવા માટે એક ઓટોએ પાછળના ભાગે કૂલર બાંધી રાખ્યું છે. જેને જાેઈને સૌ કોઈ ચોંકી જાય છે. મોટા ભાગે ગરમીથી બચવા માટે હાલમાં એક કાર પર ગોબર લગાવ્યો હોવાનું સામે આવ્યું હતું, તો વળી અમુકે પોતાના વાહનની છત પર ઘાંસ ઉગાડ્યું હતું. તો વળી હવે એક નવો વીડિયો સામે આવ્યો છે,
જેમાં એક ઓટોચાલકે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઈંસ્ટાગ્રામ પર kabir_sªia નામની પ્રોફાઈલ પર શેર કરેલો આ વીડિયો ઓટોની પાછળ કૂલરને ફીટ કરાવ્યું છે. જેના કારણે પેસેન્જરોને આરામ મળે. તે લગાવવાથી મુસાફરો અને ડ્રાઈવર બંનેને ગરમીથી રાહત મળે.ss1