Western Times News

Gujarati News

APP ડાઉનલોડ કરવાનું કહી ખાતામાંથી 1.99 લાખ ઉપાડી લેનાર શખ્સ પકડાયો

પશ્ચિમ બંગાળના શખસે તેની ગર્લફ્રેન્ડનાં નામે ખાતું ખોલાવીને નાણાં ટ્રાન્સફર કર્યા હતા

SBI યોનો એપ બંધ કરી દીધી છે, જેથી આ એપ ચાલુ કરો.

વડોદરા, અહીંના છાણી વિસ્તારમાં અવનીશ રેસિડેન્સીમાં રહેતી અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હેતલબેન પ્રકાશકુમાર મોદીને એસબીઆઈ બેન્કની એપ્લિકેશન અપડેટ કરવાના બહાને તેના બેન્ક ખાતામાંથી રૂ.૧.૯૯ લાખ ઉપાડી લેવા અંગે પશ્ચિમ બંગાળના વિનીત રાજેન્દ્ર રોય નામના શખસની પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરા શહેરના છાણી વિસ્તારની અવનિશ રેસિડેન્સી ખાતે રહેતા અને જિલ્લા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હેતલબેન પ્રકાશકુમાર મોદીને ગઇ તા.૯ એપ્રિલે રાત્રે સવા નવેક વાગ્યની આસપાસ રાજેન્દ્ર પ્રસાદ નામની વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, તમે એસબીઆઈ યોનો એપ બંધ કરી દીધી છે, જેથી આ એપ ચાલુ કરો.

આ એપ હકીકતમાં બંધ કરી હોવાથી તેના પર વિશ્વાસ બેઠો હતો. બાદમાં ઠગે ક્લિક સ્પોટર્સ નામની એપ ડાઉનલોડ કરાવી પાસવર્ડ લીધો હતો. આ સાથે બેન્ક એકાઉન્ટમાંથી પ્રથમ રૂપિયા ૨૫ હજાર ત્યાર પછી ઉપરા-છાપરી બીજા ચાર ટ્રાન્ઝેક્શન થયા હતા.

બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.૧,૯૯,૪૦૦ ઉપડી ગયા હતા. હેતલબેનને આ બાબતની જાણ થતાં સાયબર પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે હેતલબેનની ફરિયાદ પર તરત એક્શન લીધા હતા. પોલીસે ફોન ડિટેલ્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી વિનીત રાજેન્દ્ર રોય (ઉં.વ.૧૯)ને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન હેતલબેનના રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે એકાઉન્ટ મહિલાનું હતું. મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ બેન્ક એકાઉન્ટ તેનો મિત્ર વાપરે છે, તેણે માત્ર મારાં નામથી ખોલાવ્યું છે. જેથી પોલીસે તે મહિલા પાસેથી વિનિતની માહિતી મેળવી હતી. જના દ્વારા તેઓ કોલકત્તા પહોંચ્યા હતા. અગાઉ તે કોલકત્તામાં પણ સાયબર ક્રાઈમના ગુનામાં ઝડપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.