ઝઘડિયા તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે એક કાર્યક્રમ દરમિયાન તેની સભામાં જે ટીપ્પણી કરવામાં આવી હતી તેનો રોષ અને આગ રાજકોટ પૂરતી સિમિત નહીં રહી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સુધી પ્રસરી રહી છે.ઝઘડિયા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે લોકસભા ૨૪ ની ચૂંટણીમાં રાજકોટના ભાવી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ૨૨.૩.૨૪ ના રોજ એક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે.ઉપરોક્ત વીડિયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી તથા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી રાજ્યમાં શાંતિથી ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
તેમજ ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરેલ છે, જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગયેલ છે.તેના પડઘા સ્વરૂપે સમગ્ર ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવા માટે સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સમાજની માતા બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર
અને આવી હલકી કક્ષાનું કૃત્ય કરનાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી કાયદેસર રદ કરવા ભાજપ તથા સરકારને વિનંતી કરીએ છીએ,તદુપરાંત જાહેર શાંતિ દહોડવા તથા ઐતિહાસિક સત્યોનો હકીકતની વિપરીત ચિતરણ કરી એક સમાજની છબી બગાડવાના બદઈરાદા વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસી સંબંધિત તમામ કાયદાકીય કલમ વડે ગુનો નોંધી તેની ધરપકડ કરવી,
આવું કૃત્ય થવા પાછળ કાં તો બદરાદા હોય અથવા અજ્ઞાનતા હોય માટે તા.૧૨.૪.૧૪ ના રોજ દેશના પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ના રાજા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવી આપણા ઇતિહાસમાં રાજા રજવાડાનું દેશના ઘડતરમાં યોગદાન વિશે લોક જાગૃતિ લવાય જેથી આ ઘટના ભવિષ્યમાંના બની શકે.