Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં PIL, ઉત્તરાયણ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકો

પ્રતિકાત્મક

ગાંધીનગર, જાન્યુઆરીના મધ્યભાગમાં આવતી ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ દરમિયાન સમગ્ર રાજ્યમાં પતંગ ઉડાવવાની પ્રતિબંધ અંગે ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈલ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારના વકીલને સરકાર તરફથી સૂચના લેવા જણાવ્યું છે અને આગામી સુનાવણી આગામી સપ્તાહમાં સુનિશ્ચિત કરી છે. A PIL has been filed in the #GujaratHighCourt seeking direction on prohibition of kite flying in the entire state during the upcoming Uttarayan or Makarsankranti that falls around mid-January.

પશુ કલ્યાણ ફાઉન્ડેશન, ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરતા મૌલિક માંકડે પીઆઇએલ દાખલ કરી છે, પતંગો અને દોરાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે  તેમજ ઉત્તરાયણ દરમિયાન ધાબાઓ પર મોટા મેળાવડા યોજાય છે તેની પર પણ પ્રતિબંધ મુકાવો જાઈએ.

ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, 9 થી 17 જાન્યુઆરી 2021 દરમિયાન એક જગ્યાએ મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટેની માંગણી કરી હતી. પતંગના દોરાને કાચથી રંગવામાં આવે છે જે પક્ષીઓ માટે પણ હાનીકારક છે. પીઆઈએલમાં જણાવવામા આવ્યુ હતુ કે, લોકો મિત્રો અને પરિવારો સાથે  ધાબાઓ પર તહેવારની ઉજવણી કરે છે જે કોરોનાવાયરસ ચેપનું જોખમ વધારે છે.

તેમાં ચેતવણી પણ આપી હતી કે પતંગ અને દોરાના વિક્રેતાઓ હાલની પરિસ્થિતિમાં COVID-19 ના સુપરસ્પ્રોડર્સ બની શકે છે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે પતંગના દોરાના રંગાવા જતા લોકો એકઠા થાય છે, જે લોકો વાયરસના સુપરપ્રાઇડર્સ બની શકે છે. કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઉત્તરાયણ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ અને ડ્રોન સર્વેલન્સનો અમલ કરાવડાવે, કોવિડ સલામતી દિશાનિર્દેશો લાગુ કરવા જોઈએ, જેમાં માસ્ક, સામાજિક અંતરનો સમાવેશ થાય છે.

તેમાં ઉમેર્યું હતું કે છેલ્લા નવ મહિનાથી મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોવિડ સામે લડવા માટે પહેલેથી જ મહેનત કરી રહ્યો છે. આવી ઉજવણી  કરવાથી તબીબી અને પેરામેડિકલ સ્ટાફનું કામના ભારણ વધશે.  ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ, 14 અને 15 જાન્યુઆરીએ આવે છે જે આ વખતે અનુક્રમે ગુરુવાર અને શુક્રવાર છે. આ, વીકએન્ડ સાથે મળીને લોકોને ઉજવણી કરવા માટે ઉત્સુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.