Western Times News

Gujarati News

50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભાનું આયોજન કરશે

BJP-૧૦થી ૧૨ બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન છે.

“મેં હું મોદી કા પરિવાર અને ફિર એક બાર મોદી સરકાર” લખેલા સ્લોગન સાથેના ખેસ તૈયાર

ગાંધીનગર, લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં એક્શનમાં આવી ગયો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં ભાજપ ચાર હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે. ૧૦થી ૧૨ બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન છે. એટલે કે રાજ્યના ૫૦ હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજાશે.

આયોજનના પ્રદેશ સંયોજક તરીકે ધવલ દવે અને મનિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. મોદી પરિવાર સભામાં મોદી સરકારની અને ગુજરાત સરકારની સિદ્ધીઓ વર્ણવી જનતા સુધી પહોંચાડાશે. મોદી પરિવાર સભા માટે રાજ્યમાં ક્લસ્ટર સંયોજક નિયુક્ત કરવામાં આવ્યા છે. જામનગર, રાજકોટ, પોરબંદર માટે બ્રિજરાજસિંહ ઝાલા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર માટે હાર્દિક ડોડિયા, કચ્છ, બનાસકાંઠા, પાટણ માટે યોગેંદ્રસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકીય પક્ષોમાં સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી પાવરફૂલ પક્ષ છે તે વાતમાં કોઈ શંકા નથી. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રચારથી કરી રહ્યો છે. અનેકવિધ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટ કરી ભાજપ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યો છે. ભાજપના વોરરૂમમા ૨૦ લોકો રોજના ૯ કલાક કન્ટેન્ટ ક્રીએટ કરે છે.

વિડિયો, ગ્રાફિક્સ, મિમ, જીઆઈએફ વગેરે પ્રકારનું કન્ટેન્ટ ભાજપનો વોર રૂમ તૈયાર કરે છે. સોશિયલ મીડિયાના ૧૫ પ્લેટફોર્મ ઉપર ભાજપ એક્ટિવ છે. વિદેશથી લઇને વોર્ડ સુધી સોશિયલ મીડિયામાં કાર્યકરોની નિમણૂક કરાઈ છે. ભાજપ ઓછા ઇન્ટરનેટ ડેટામાં મતદાર સુધી કન્ટેન્ટ પહોચે તેની કાળજી રાખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ કાર્યોને લઈ દેશભરમાં તેઓની લોકચાહના વધી છે.હાલ લોકસભાની ચૂંટણી તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્યારે પીએમ મોદીને આ વખતની ચૂંટણીમાં જીતાડવા સુરતના એક કાપડ વેપારીએ અનોખો ચૂંટણી પ્રચાર અને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સુરતના રિંગ રોડ ખાતે આવેલ માર્કેટના વેપારી દ્વારા ઉત્તર ભારતમાંથી આવતા સાડીના ઓર્ડરોની સાથે બોક્સ પેકિંગમાં મોદી ખેસ મોકલવામાં આવી રહ્યો છે.

જે દરેક સાડીના બોક્સમાં “અબકી બાર ૪૦૦ કે પાર, મેં હું મોદી કા પરિવાર અને ફિર એક બાર મોદી સરકાર “લખેલા સ્લોગન સાથેના ખેસ અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના રીંગરોડ ખાતે આવેલી રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં ગોવિંદ ગુપ્તા નામના વેપારીને ઉત્તર ભારતમાંથી સાડીના હાલ મોટા ઓર્ડરો મળી રહ્યા છે.

જે ઓર્ડર પુરા કરવાની સાથે આ વેપારી દ્વારા પીએમ મોદીને જીતાડવા માટે અનોખો પ્રચાર અને વેપારીઓમાં જાગૃતતા ફેલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.