ફ્રીજમાં એવી કઈ જગ્યા છે જ્યાં દૂધ રાખવાથી લાંબા સમય સુધી તાજું રહેે !!
નવી દિલ્હી, આજના સમયમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. અગાઉ સંસાધનોના અભાવે અનેક પ્રકારની વસ્તુઓ બગડી જતી હતી. ખાસ કરીને વસ્તુઓનો સંગ્રહ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. પહેલા ફ્રીજ નહોતું. જેના કારણે લાંબા સમય સુધી ખાણી-પીણીનો સંગ્રહ કરવામાં મુશ્કેલી પડતી હતી. A place in the fridge where milk stays fresh longer
સમયના બદલાવ સાથે ટેક્નોલોજીનો વિકાસ થતો ગયો. હવે મોટા સ્ટોરેજ ગોડાઉન બનાવવામાં આવ્યા છે, જ્યાં એવી વસ્તુઓ પણ લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે છે જે પહેલા તરત જ બગડી જતી હતી. વઘતી જતી ટેકનોલોજીના કારણે હવે આ સમસ્યાથી લોકોને છૂટકારો મળી ગયો છે. લાંબા સમય સુઘી ગણી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. રોજિંદા ઉપયોગ માટે વપરાતી વસ્તુઓ માટે તમે ફ્રિજનો ઉપયોગ કરો છો. ઉનાળામાં દૂધના દહીંની સમસ્યા સામાન્ય છે.
જાે તમારી પાસે ફ્રિજ ન હોય તો દૂધ વારંવાર ગરમ કરવું પડે છે. પરંતુ ઘણી વખત દૂધને ફ્રીજમાં રાખ્યા બાદ પણ તે બગડી જાય છે. લોકોને લાગે છે કે દૂધ જ ખરાબ હતું જેના કારણે આવું થયું. પણ ખરું કારણ કંઈક બીજું છે. તમે ફ્રિજમાં દૂધ ક્યાં સ્ટોર કરી રહ્યા છો તે તેના બગડવાનું મુખ્ય કારણ છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે આખરે, ફ્રીજમાં એવી કઈ જગ્યા છે જ્યાં દૂધ રાખવાથી લાંબા સમય સુધી બગડતું નથી. જ્યારે પણ આપણે ફ્રિજનો દરવાજાે ખોલીએ છીએ ત્યારે તેમાંથી ઠંડી હવા નીકળે છે. તેનાથી તાજગી ઓછી થાય છે. જાે દૂધ દરવાજા પાસે રાખવામાં આવે તો દર વખતે દરવાજાે ખોલવામાં આવે તો ઠંડક ઘટી જાય છે અને દૂધ બગડવાની શક્યતા વધી જાય છે.
દૂધ હંમેશા ફ્રીજની પાછળ રાખવું જાેઈએ. જેના કારણે દૂધ લાંબા સમય સુધી તાજું રહે છે. આ સાથે લોકોને રેફ્રિજરેટરનો દરવાજાે લાંબા સમય સુધી ખુલ્લો ન રાખવાની સલાહ આપવામાં આવી હતી. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ પણ ઝડપથી બગડી જાય છે. તેથી લાંબા સમય સુઘી દરવાજાે ખુલ્લો રાખવો ન જાેઈએ.SS1MS