શૈક્ષણિક શાળાના આધેડ ટ્રસ્ટીએ શિક્ષિકાને ગીફટ્માં એવું તે શું આપ્યું કે થઈ પોલીસ ફરિયાદ
ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને ગિફ્ટમાં અંડર ગારમેન્ટ આપતા શિક્ષિકાની છેડતીની ફરિયાદ
(પ્રતિનિધિ)ભરૂચ, સોશ્યલ મીડિયાના જમાનામાં હવે છેડતીના અનેક બનાવો સામે આવતા હોય છે.ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક ખાનગી શાળામાં ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને પ્લાસ્ટિકની કોથળીમાં અનોખી ગિફ્ટ આપી હતી.મહિલા શિક્ષિકાએ ગિફ્ટ તપાસતા તેમાંથી અંડર ગારમેન્ટ નીકળતા તેણીએ ટ્રસ્ટી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક શૈક્ષણિક શાળાના ટ્રસ્ટીએ તેમની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી મહિલા શિક્ષિકાને એક અનોખી ગિફ્ટ આપી હતી અને તે હતી પ્લાસ્ટિકની કોથળીમાં મહિલા શિક્ષિકાએ ટ્રસ્ટીએ આપેલી ગિફ્ટ તપાસતા તેમાંથી અંડર ગારમેન્ટ નીકળ્યા હતા.
જેના કારણે મહિલા શિક્ષિકા સૌ પ્રથમ તો અચંબામાં મુકાઈ ગઈ હતી અને તેણીએ સૌપ્રથમ ટ્રસ્ટીને આ બાબતે ઠપકો આપ્યો હતો અને ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને બદઈરાદાથી ગિફ્ટ સ્વરૂપે અંડર ગારમેન્ટ આપ્યા હોય અને તેણીની છેડતી કરાય હોવાના આક્ષેપ સાથે મહિલા શિક્ષિકા નજીકના પોલીસ મથકે દોડી ગઈ હતી
અને ટ્રસ્ટીએ આપેલી પીળા કલરની પ્લાસ્ટિકની કોથળી સાથે પોલીસ મથકમાં ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકા અને બદઈરાદાથી અંડર ગારમેન્ટની ગિફ્ટ આપી આકર્ષવાનો પ્રયાસ કર્યો છે અને તેણીની છેડતી થઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપતા પોલીસે મહિલા શિક્ષિકાની ફરિયાદના આધારે શૈક્ષણિક શાળાના ટ્રસ્ટી સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.