સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતા પોલીસ ફરિયાદ નોંધાઈ
બાબરી મસ્જિદના ફોટા સાથે અંગ્રેજીમાં લખેલ છે કે “સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા”
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઈન્સ્ટાગ્રામની પોસ્ટ માં વિસ્તારમાં અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ વધે અને લાગણીને ઠેસ પહોંચે અને કોમી હિંસા ફેલાઈ તેવા લખાણ લખેલ હતું. ઝઘડિયા તાલુકાના એક ગામમાં ગતરોજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મના વધે લાગણીઓને ઠેસ પહોંચે અને કોમી હિંસા ભડકે તેવી પોસ્ટ હાસીમ દિવાન નામના એક સોશિયલ મીડિયા યુઝરે મૂકી હતી.
આ પોસ્ટ કેટલાક લોકોના ધ્યાને આવતા ગામના એક ધાર્મિક સક્રિય કાર્યકર મનોજભાઈ બારોટ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું આ બાબતે મનોજભાઈએ જે તે પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ આપી હતી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે હાસિમ માજીદ દિવાન નું ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન એકાઉન્ટ આઈડી છે,જે એકાઉન્ટ આઈડી માં તેણે એક વિવાદિત સ્ટોરી મુકેલ છે.
જેમાં બાબરી મસ્જિદના ફોટા સાથે અંગ્રેજીમાં લખેલ છે કે “સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા” જેથી આ ઇન્સ્ટાગ્રામ પ્રોસ્ટ હાસીમ માજીદ દિવાન નામના વ્યક્તિએ ગઈ તા.૨૨.૧.૨૪ ના રોજ થયેલ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ જેથી હસીમ દિવાન નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ના એકાઉન્ટ આઈડી માં આ મુજબનું લખાણ લખી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે રીતે અપલોડ કરેલ છે
જેથી આ વિસ્તારની શાંતિને તેમજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવતટ વધે અને લાગણીઓ અને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય કરેલ છે તેમજ કોમી હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરેલ છે આ સમયે ઈન્સ્ટાગ્રામની સોશિયલ સાઇડ ઉપર જે રીતે પિક્ચર ફોટા અપલોડ કરેલ છે અને લોકોમાં પ્રસારિત કરેલ છે
જેથી તેનો ઈરાદો આ વિસ્તારના સુલેહ ભંગ કરવા તેમ જ ઇરાદાપૂર્વક અપમાન કરવાનો પ્રયત્ન કરેલ છે તેમ તેમણે જણાવ્યું હતું જેથી ફરિયાદી મનોજભાઈ બારોટ તથા તેમના ધર્મના અને સમાજના આગેવાનો ભેગા મળી અત્રે હાસિમ? દિવાન વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.