વેજલપુરના પોલીસ કર્મચારીએ યુવકને બેફામ ગાળો ભાંડી
અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસની દાદાગીરી અને લૂંટના કિસ્સાઓ છાશવારે સામે આવતાં રહે છે. આવો જ એક બનાવ ફરી સામે આવ્યો છે વેજલપુરમાંથી .કે જ્યાં પોલીસ કર્મીએ એક યુવકને ફોન પર અભદ્ર ગાળો બોલી પોલીસ સ્ટેશન આવવા માટે મજબુર કર્યો હતો.
એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉશ્કેરી પણ હતીવેજલપુર પોલીસ સ્ટેશનના કૃપેશ જાેશી નામના પોલીસકર્મીએ યુવકને ફોન કરી પોલીસ સ્ટેશન આવવા માટે સતત ૪ મિનીટ સુધી ગાળો બોલી હતી, યુવકના વકીલને પણ પોલીસે ગાળો આપી હતી.
આટલું ઓછું હોય તેમ પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી લઇને હોસ્પિટલમાં દાખલ થવા ઉશ્કેરી પણ હતી.જેથી કૃપેશ જાેશી યુવક સામે ફરિયાદ નોંધી શકે. ૪ મિનીટ ૧૨ સેકંડના ઓડિયોમાં વારંવાર પોલીસકર્મી કૃપેશ જાેશી અનેક વખત યુવતીને દવા પીવા માટે ઉશ્કેરણી કરી રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઇ યુવાને ઓડિયો સાથે સમગ્ર ઘટનાની ફરિયાદ કમિશનરને કરી છે. જાે કે આ મામલે હજી સુધી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી નથી. SS3SS