Western Times News

Gujarati News

કાકા-ભાઈના મોતનો બદલો લેવા પોલીસ કર્મીએ કરી હત્યા

દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા સીમમાં સવા બે માસ પહેલાં વાડીમાં સૂતેલા વૃદ્ધની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી.

એક પોલીસ કર્મચારીએ બારેક વર્ષ પુર્વે કાકા અને પિતરાઇ ભાઇના મૃતકના ખેતરના શેઢે મુકાયેલા ઇલેકટ્રીક કરન્ટમાં મૃત્યુ થયાનો બદલો લેવા માટે વૃદ્ધની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. આ મામલે પોલીસ કર્મચારીની ધરપકડ કરી ૨૬મી સુધીના રિમાન્ડ પર લેવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પરબડી સીમમાં ગત તા. ૧૫મી જુલાઇના રાત્રે ખેડુત વૃધ્ધ વજુભા બનેસંગ જાડેજાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ફરીયાદના આધારે પોલીસે અજ્ઞાત શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ બનાવ વખતે આરોપીનું નામ જાણવા મળ્યું ન હતું. પરંતુ પોલીસની સઘન તપાસમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસ ટુકડી દ્વારા દશરથસિંહની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન રાત્રે દશરથસિંહ ખંભાળિયા પોલીસ મથકમાં તપાસ કરનાર અમલદાર સમક્ષ સરેન્ડર થતાં તેની અટક કરાઇ હતી.

દરમિયાન પોલીસે પુછપરછ સાથે આરોપીને કોર્ટમાં રજુ કરી તેના રીમાન્ડની માંગણી કરતા તા.૨૬મી સુધીના રીમાન્ડ મંજુર થયા છે. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, ગત ૨૦૧૨ની સાલમાં મરણ જનરલ વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવ્યો હતો.

જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા ઉપરાંત કાકાનો દીકરો બંનેના મૃત્યુ થયા હતા. ઉકત બનાવ બાબતે જેતે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મરણ જનારના દિકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ પોતાના કાકા ઉપરાંત પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે આ હત્યાના બનાવને અંજામ આપ્યાની કેફિયત આપ્યાનુ ખુલ્યુ છે.

પોલીસે આરોપીના તા.૨૬ સુધીના રીમાન્ડ મેળવી સઘન પુછપરછ સાથે તપાસ આગળ ધપાવી છે. પોલીસની તપાસમાં આ ગુનો કરવા માટે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી તલવાર ખાખરડા ગામના આશાપુરા માતાજીના મંદિર ખાતેથી બનાવના બીજા દિવસે જ કબજે કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અન્ય પુરાવા મેળવવાની પોલીસ કાર્યવાહી ચાલુ હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.