એક બેઠક પર મામા- ફોઈના દીકરા વચ્ચે રાજકીય જંગ
અમદાવાદ, વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર પણ પુર શરૂ કરી દીધો છે, ત્યારે અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી એક જ પરિવારના ૨ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. જાેકે, અત્યારે બંને ભાઈ જાેરશોરમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. રાજકારણનો રંગ જ એવો છે.
જ્યાં સંબંધ આડા આવે તો પણ તેને ધ્યાને લેવામાં આવતા નથી. એમ પણ કહેવામાં અતિશિયોક્તી નહીં કે રાજકારણમાં પારકા જ જીતાડે ને પોતાના જ હરાવે! બંને ઉમેદવાર એક-બીજાના સગા મામા-ફોઈના દીકરા છે.
બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. અહીં વાત થઈ રહી છે વેજલપુરના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલની અને AAP ઉમેદવાર કલ્પેશ પટેલની. બંને પિતરાઈ ભાઈએ અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે.
હાલ બંને ભાઈએ એક-બીજા વિરૂદ્ધ વેજલપુર બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. પોતા પોતાના પક્ષની વાતો જનતા વચ્ચે મુકી રહ્યા છે. ત્યારે AAP ઉમેદવાર કલ્પેશ પટેલે પોતાના જ ભાઈ પ્રહાર કરતા કહ્યું છે રાજુ તો રાજકારણમાં નવો છે, અને એક્ટિવ પણ નથી.
સાથે જ તમને જણાની દઈએ કે ૨૦૦૭માં કોંગ્રેસમાંથી એલિસબ્રિજ વિધાનસભા પરથી હાલના આપ ઉમેદવાર કલ્પેશ પટેલ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ તેમને ૨૦૧૨ અને ૨૦૧૭માં વેજલપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસે ટિકિટ આપી નહોતી.
એટલા માટે જ તેમણે કહ્યું કે હું કોંગ્રેસમાંથી હટ્યો એટલે રાજુ માટે રસ્તો ક્લિયર થઈ ગયો. તો સામે પક્ષે પોતાના પિતરાઈ ભાઈ સામે કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલ પણ પ્રચાર કરી રહ્યા છે. ગલીએ ગલીએ… શેરીએ શેરીએ.. આમ આદમી પાર્ટી અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. સાથે જ પોતાના ભાઈને ચૂંટણીના જંગમાં હરાવવા માટે તેઓ રાત દિવસ એક કરીને પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રભાઈએ પોતાના જ ભાઈ કલ્પેશ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે તેણે ટિકિટ ન મળવાના ડરે પક્ષપલટો કર્યો છે. સાથે જ તેમણે ઉમેર્યું કે મારો ભાઈ ફાઈટમાં જ નથી અને તેનું અસ્તિત્વ પણ નથી. જાેકે પરિવાર અંગે બને ઉમેદવાર માની રહ્યા છે કે પરિવારના સભ્યોની વિચારધારા જે હશે તે પ્રમાણે તેઓ ર્નિણય કરશે.
વેજલપુર બેઠકનો ઈતિહાસ જાેઈએ તો વેજલપુર બેઠક વર્ષોથી ભાજપનો ગઢ છે. દર વખતે આ બેઠક કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન સાબિત થાય છે. ત્યારે આ વખતે એવું જ કઈક વર્તાઈ રહ્યું છે કેમ કે આ બંને પિતરાઈ ભાઈ એક બીજા સામે લડતા રહેશે અને પ્રચાર કરતા રહેશે અને એવામાં ત્રીજાે ફાવી જશે. એટલે કે બે ભાઈઓ વચ્ચેની લડાઈમાં ભાજપ ફરી ફાવી જશે.SS1MS