Western Times News

Gujarati News

ગુજરાતના આ ટાપુ પર 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક ઉભું કરાય છે

રાજયમાં વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા સાથે ઉભા કરવા પડતા ૧૧ મતદાન મથકો

(એજન્સી) ગાંધીનગર, રાજયમાં ૧૧ મતદાન મથકો એવા છે કે જયાં ઓછા મતદારો હોવા છતાં એમનો મત કિંમતી હોઈ એમના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ચુંટણી પંચની ગુજરાત ઓફીસે કરવી પડે છે.

બાણેજઃ ગીર સોમનાથ જીલ્લામાં વિધાનસભા ક્ષેત્રનું બાણેજા મથક ધનીષ્ઠ જંગલ વિસ્તારમાં આવેલું છે. જયાં શિવ મંદીરના પુજારી મહંત હરીદાસ ઉદાસીન એકમાત્ર મતદાર રહેતા હોઈ ર૦૦૭થી મંદીરની બાજુમાં ફોરેસ્ટ ઓફીસમાં મતદાનની વ્યવસ્થા કરવી પડે છે.

સાપ ને બિલિયાઃ ગીર સોમનાથના ઉના વિધાનસભા ક્ષેત્રમાં સાપ નેસ બીલીયા નામક એવો નેસ છે કે જયાં ર૩ પુરુષો અને ૧૯ મહીલા મળીને ૪ર મતદારો માટે ર૦૦૭થી તંબુમાં મતદાન મથક ઉભું કરાય છે.

માધુપુર-જાંબુર ગીર સોમનાથ જીલ્લામાં તલાળા વિધાનસભા ક્ષેત્રમાં માધુપુર અને જાંબુર મતદાન મથકો અહી રહેતાં ૩,પ૧પ જેટલા સીદી સમાજના મતદારો માટે ઉભા કરાય છે.

અંજાડ ટાપુઃ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા વિધાનસભા બેઠકમાં પડતો અજાડ ટાપુ દરીયા કિનારાથી ૧૦ કિલોમીટર દુર છે. જયાં રહેતા ૪૦ મતદારો માટે તંબુમાં મતદાન મથક ઉભું કરાય છે.

કિલેશ્વર નેસઃ દ્વારકાના ખંભાળીયા વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતો કિલેશ્વર નેસ બરડાના જંગલમાં આવેલો છે. જયાં રહેતા પ૧૬ મતદારો માટે વાયરલેસ સેટ સાથે મતદાન મથક ઉભું કરાય છે.

કનકાઈઃ જુનાગઢ જીલલામાં વિસાવદર વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતો કિલેશ્વર નેસ બરડાના જંગલમાં આવેલો છે. જયાં રહેતા પ૧૬ મતદારો માટે વાયરલેસ સેટ સાથે મતદાન મથક ઉભું કરાય છે.

કનકાઈઃ જુનાગઢ જીલ્લામાં વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં પડતું કનકાઈ મતદાન મથક જંગલ અને નેસ વિસ્તારમાં આવેલું છે. જયાં ૧ર૧ મતદારો માટે વાયરલેસ સેટ સાથે મતદાન મથક ઉભું કરાય છે.

આલીયા બેટઃ ભરૂચમાં વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પડતા આલીયા બેટ ખાતે ૧૩૬ પુરુષ અને ૧૧૮ સ્ત્રી મળીને રપ૪ મતદારો માટે વ્યવસ્થા ઉભી થાય છે. અગાઉ આ વિસ્તારમાં મતદાનમથક વસાહતોથી ઘણે દૂર હતું તેથી બસ દ્વારા મતદારોને મતદાન મથકે લાવવાની વ્યવસ્થા કરવી પડતી હતી. હવે વસાહત નજીક શીપીગ કન્ટેઈનરમાં મથક ઉભું કરાય છે.

શીયાલ બેટઃ અમરેલી જીલ્લામાં રાજુલા વિધાનસભા ક્ષેત્રમાં આવતો આ નાના દરીયાઈ ટાપુ ઉપર પ,૦૪૮ મતદારો વસે છે. જે માછીમારો છે. અહી પાંચ મતદાન મથકો માટે ચુંટણીપંચ બોટમાં આવી વ્યવસ્થા ઉભી કરે છે.

રાઠડા બેટઃ મહીસાગર જીલ્લામાં સંતરામપુર વિધાનસભા બેઠકમાં આવતો આ બેટ કડાણા ડેમના જળાશયમાં આવેલો છે. જયાં ૩૮૧ પુરુષ અને ૩૪૪ સ્ત્રી મળીને લગભગ ૭રપ મતદારો રહે છે. જેમના માટે બોટથી વ્યવસ્થા ઉભી કરવી પડે છે.

ચોપડીઃનર્મદા જીલ્લાના ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આ સ્થળ ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલું છે. જયાં ૭ર પુરુષો અને ૬ર મહીલા મળીને ૧૩૪ મતદારો માટે જંગલમાં ૩૭ કિલોમીટર દુર વ્યવસ્થા ઉભી કરવી પડે છે.

સાત વિરડા નેસ ભુખબરા નેસ અને ખારા વિય નેસઃ
પોરબંદરઃ જીલ્લામાં કુતીયાણા વિધાનસભા ક્ષેત્રમાં પડતા બરડાના જંગલમાં આ ત્રણ નેસ આવેલા છે. જયાં કુલ ર,૩૦૪ મતદારો આવેલા છે. જેમના માટે વાયરલેસ સેટ સાથે ત્રણ મથકો ઉભા કરવા પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.