બાળકોને ભણાવવા ગાય વેચી ખરીદ્યો સ્માર્ટ ફોન, પરિવારની મદદે આવ્યો સોનુ સૂદ
મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લાૅકડાઉનમાં જરૂરિયાતમંદોની જે રીતે મદદ કરી છે, તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. લાૅકડાઉન બાદ પર સોનુની મદદનો ઘટનાક્રમ યથાવત છે. તાજેતરમાં જ તેણે બેરોજગાર લોકોની મદદ માટે પહેલ કરી છે. હવે સોનુએ એક શખસને તેની ગાય પાછી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
અસલમાં હિમાચલ પ્રદેશના એક ગરીબ પરિવારે બાળકોના ઑનલાઈન શિક્ષણ માટે ફોન ખરીદવા પોતાની ગાય વેચવી પડી. આ સમાચાર વાંચ્યા બાદ સોનુ સૂદે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘આવો, આ માણસની ગાય પાછી લાવીએ. શું કોઈ મને તેની ડિટેલ્સ મોકલી શકે છે.’
હિમાચક પ્રદેશના કાંગડા જિલ્લામાં ગુમ્મર ગામમાં કુલદીપ કુમારનો પરિવાર એક નાનકડા મકાનમાં રહે છે. તેમની દીકરી અનુ અને પુત્ર વંશ એક સરકારી સ્કૂલમાં ક્રમશઃ ચોથા અને બીજા ધોરણમાં ભણે છે. રાજ્યભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ઑનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, આવામાં તેમની પાસે સ્માર્ટફોન કે ઈન્ટરનેટ હોવાને કારણે બાળકો ભણી શકતા નહોતા.
લાૅકડાઉન દરમિયાન મજૂર પગપાળા પોતાના ઘરે જવા લાગ્યા તો સોનુ સુદે હજારો મજૂરોને પોતાના ખર્ચે બસો અને ટ્રેનો દ્વારા તેમના ઘરે પહોંચાડ્યા. હવે સોનુ વિદેશમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવી રહ્યો છે. સોનુ સૂદે કહ્યું હતું કે, તે પટનામાં બેઘર મહિલા-બાળકો માટે ઘરની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત તે હવે લાૅકડાઉનમાં ઘર જવા દરમિયાન ઘાયલ થવાનારા અથવા મૃત્યુ પામનારા મજૂરોના ૮૦૦ પરિવારના ખાવા, રહેવા અને શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે.