શક્તિશાળી ભૂકંપથી સીરિયામાં ૫૩ લાખ લોકો થઈ શકે છે બેઘર

નવી દિલ્હી, તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ અહીં મોટા પાયે બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સહિત ૭૦ જેટલા દેશોએ મદદ માટે હાથ આગળ કર્યો છે. આ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨૪ હજારથી પણ વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે, અધિકારીઓએ ભૂકંપ આવ્યા બાદ ઝડપથી કામ કરવું જાેઈએ હતું. તેઓએ શુક્રવારે આદિયામાન પ્રાંતની પણ મુલાકાત લીધી હતી. તેઓએ સ્વીકાર્યું કે, સરકારની પ્રતિક્રિયા એટલી ઝડપી નહોતી, જેટલી હોવી જાેઈએ હતી.
આપણી પાસે વિશ્વની સૌથી મોટી રાહત અને બચાવ ટીમ છે, પણ એક વાસ્તવિકતા છે કે રાહત અને બચાવકાર્યમાં ઉતાવળ જાેવા મળી નથી, જે અમે ઈચ્છતા હતા. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, અહીં ભારે ઠંડી પડી રહી છે અને સેંકડો લોકો બેઘર થઈ ગયા છે અને જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. બંને દેશોના નેતાઓને ભૂકંપ બાદ રાહત અને બચાવકાર્ય પર સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક દેશોની ટીમો સહિત બચાવકર્મીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આખા તુર્કી અને સીરિયામાં ઓછામાં ઓછા ૮,૭૯,૦૦૦ લોકોને તત્કાલિક ગરમ ભોજનની જરુરિયાત છે.
માત્ર સીરિયમાં જ ૫૩ લાખ લોકો બેઘર થઈ શકે છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર્ના ઉચ્ચાયુક્તના સીરિયા પ્રતિનિધી શિવંકા ધનપાલાએ કહ્યું કે, આ એક મોટી સંખ્યા છે. જેઓ પહેલેથી જ મોટા પાયે વિસ્થાપનથી પીડિત છે. રાજ્યના મીડિયાએ જણાવ્યું કે, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ભૂકંપ બાદ પ્રભાવિત વિસ્તારોની પહેલીવાર મુલાકાત કરી હતી.
પોતાની પત્ની આસ્માની સાથે અલેપ્પોની એક હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમની સરકારે દેશના ૧૨ વર્ષના ગૃહયુદ્ધમાં પહેલીવાર માનવીય સહાયતા વિતરણને પણ મંજુરી આપી હતી. આ એક એવો ર્નિણય છે કે જેનાથી લાખો હતાશ લોકોને મદદ મળી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિશ્વ ખાદ્ય કાર્યક્રમે પહેલાં કહ્યું હતું કે, વિદ્રોહીઓના તાબા હેઠળનું ઉત્તર-પશ્ચિમ સીરિયામામાં તેમની રાહત સામગ્રીનો સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે. ખરેખરમાં શક્તિશાળી ભૂકંપે સીરિયા અને તુર્કીને બરબાદ કરી નાખ્યું છે.SS1MS