રણવીર સાથે ફિલ્મનું શૂટિંગ કરતી દેખાઈ પ્રેગ્નેન્ટ આલિયા
મુંબઈ, મોમ-ટુ-બી આલિયા ભટ્ટ હોલિવુડ ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને થોડા દિવસ પહેલા જ મુંબઈ પાછી ફરી છે. મુંબઈ આવ્યા બાદ આલિયા અપકમિંગ બોલિવુડ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ના શૂટિંગમાં જાેડાઈ ગઈ છે.
કરણ જાેહરના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ પણ છે. બુધવારે આલિયા ભટ્ટ કો-એક્ટર રણવીર સાથે આ ફિલ્મના સેટ પર જાેવા મળી હતી. સામે આવેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટે ઓવરસાઈઝ શર્ટ, બ્લેક ટ્રાઉઝર અને સ્લાઈડર્સ પહેર્યા છે. આલિયા ઓવરસાઈઝ કપડાં પહેરીને પોતાનો વધુ રહેલો બેબી બંપ છુપાવવાની કોશિશ કરી રહી છે.
આ તરફ રણવીર સિંહ બ્લેક ટ્રેકસૂટ અને નિયોન શૂઝમાં જાેવા મળ્યો હતો. સેટ પરથી આલિયાની વદુ એક તસવીર સામે આવી છે, જેમાં તેનો બેબી બંપ થોડો-થોડો દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં આલિયા અને રણવીર ઉપરાંત જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે. પ્રેગ્નેન્સી દરમિયાન કમ્ફર્ટેબ્લ રહેલા માટે આલિયા ખુલ્લા કપડાં પહેરવાનું પસંદ કરી રહી છે.
ગુરુવારે સવારે આલિયા પોતાના ઘરની બહાર બ્લેક રંગના ખુલ્લા ટોપ અને જિન્સમાં જાેવા મળી હતી. મેકઅપ વિના પણ આલિયા સુંદર લાગી રહી હતી. રોકી ઔર રાની કી પ્રેમકહાનીના શૂટિંગ ઉપરાંત આલિયા ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મ થકી આલિયા પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કરી રહી છે. જસમીત કે. રીનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા, શેફાલી શાહ અને વિજય વર્મા લીડ રોલમાં છે.
આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આલિયા ભટ્ટે ચાલુ વર્ષે ૧૪ એપ્રિલના રોજ લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા.
જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા અને રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે દેખાશે. આ ફિલ્મ થકી આલિયા-રણબીર પહેલીવાર ફિલ્મી પડદે દેખાશે. આ સિવાય આલિયા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે. જેમાં તે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે દેખાશે.SS1MS