બાળકોમાં લીડરશીપ ડેવલોપ કરવા સી.એમ દેસાઈ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) વીરપુર, બાળકોમાં લીડરશીપ ડેવલોપ કરવા અને પોતાના વ્યક્તિત્વ નિખારવા માટેનો સીએમ દેસાઈ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીના બાળકો માટે સામાજિક, ભાવનાત્મક શિક્ષણનો અભ્યાસક્રમ, શૈક્ષણિક કૌશલ્યો ,વર્ગખંડમાં અભ્યાસક્રમ કે જે હાલના સમયપત્રકમાં એકીકૃત થઈ શકે અથવા તેની જાતે શીખવવામાં આવે તે અંતર્ગત શ્રી વિરપુર કેળવણી મંડળ સંચાલિત દેસાઈ સી.એમ. હાઇસ્કૂલ તેમજ લાયન્સ ક્વિસ્ટ ઈન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી વિરપુર કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ મહેતા, કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ શુક્લ, ભરતભાઈ શેઠ, શ્રીમતી રૂપાબેન શાહ (ડાયરેક્ટ લાયન્સ ક્વિસ્ટ) , પ્રદીપભાઈ શેઠ, શાળાના આચાર્ય કે. બી.પટેલ, શિક્ષક મિત્રો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓની હાજર રહ્યા હતા.