નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)નડીયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કાર્યાલય દ્વારા આજ રોજ મૈત્રી સંસ્થા અને જેમ્સ ઇન્ડિયનપબ્લીક સ્કુલ,નડિયાદ ના સહયોગ થી સ્વચ્છ ભારત-૨.૦ કાર્યક્રમ નું આયોજન મૈત્રી સંસ્થા ના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું.
જેમાં મૈત્રી સંસ્થા ના દિવ્યાંગ બાળકો તેમજ જેમ્સ પબ્લીક સ્કુલ,નડિયાદ ના વિદ્યાર્થી મિત્રો અને નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કચેરી ના સેવા કર્મી મિત્રો લગભગ ૧૦૦ ની સંખ્યા માં હાજર રહી પીજ ભાગોળ ની આસપાસ ૨૫ કિલો જેટલો વેસ્ટ કચરો એકત્રિત કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
આગામી આવતા દિવાળી ના પર્વ ની ઉજવણી મૈત્રી સંસ્થા ના દિવ્યાંગ બાળકો સારી રીતે કરી શકે તે માટે જેમ્સ પબ્લીક સ્કુલ,નડિયાદ ના વિદ્યાર્થી મિત્રો દ્વારા તેમના પોકેટ મની માંથી બચત કરી ૩૦૦૦૦ રૂ.ની રાશી એકત્રિત કરી મૈત્રી સંસ્થા ને ડોનેટ કરવામાં આવીમહેમાનો માં શ્રી રાકેશ સર ટ્રસ્ટી,જેમ્સ ઇન્ડીયન પબ્લોક સ્કુલ, મહેતા ,આચાર્ય,મેહુલભાઈ પરમાર,પ્રમુખ,મૈત્રી સંસ્થા.નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કચેરી ના સંજય પટેલ હાજર રહી કાર્યક્રમ દીવ્યો હતોદેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવા એક જન ભાગીદારી થી આ જન આંદોલન છેવાડા ના માણસ સુધી પહોચે અને સાચા અર્થ માં સપનું સાકાર થાય તે માટે બનતા પ્રયાસ કરવા યુવાનો ને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન નેહરુ યુવા કેન્દ્ર કચેરી દ્વારા તારીખ ૧ ઓકટોબર થી લઇ ૩૧ ઓકટોબર સુધી કરવામાં આવશે.