ડેરોલ ગામે કમોસમી વરસાદની ત્રાટકેલી આકાશી વીજળી પડતાં આશાસ્પદ શિક્ષકનું મોત
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજરોજ કમોસમી વરસાદના વીજળીઓના કડાકા ભડાકાઓ સાથેના વાદળિયા માહોલ વચ્ચે કાલોલ તાલુકાના ડેરોલ ગામના રહેવાસી અને જાબુઘોડા નારૂકોટ આશ્રમ શાળાના પૂર્વ શિક્ષક અંદાજે ૪૩ વર્ષિય યોગેશભાઈ રમણભાઈ પટેલ કમોસમી વરસાદને લઈને પોતાના ખેતરમાં ગયા હતા. A promising teacher died after being struck by lightning in Darol village during unseasonal rains
આ સમયે જીવલેણ બની ને ત્રાટકેલી આકાશી વીજળીમાં આશાસ્પદ એવા યોગેશભાઈ પટેલ નું ઘટના સ્થળે મોત નીપજતા સમગ્ર કાલોલ પંથક અને શૈક્ષણિક આલમ માં આઘાતની લાગણીઓ પ્રસરી જવા પામી હતી..
કાલોલ તાલુકાના ડેરોલગામના વડવાળા ફળિયામાં રહેતા અને ત્રણ સંતાનોના પિતા પુર્વે વ્યવસાયે શિક્ષક એવા યોગેશભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ.-૪૩) જેઓ રવિવારે સવારે ઘરેથી સીમમાં આવેલ પોતાના ખેતરમાં ગયા હતા જે મધ્યે ગાજવીજ સાથે આવેલા કમોસમી વરસાદ વચ્ચે ખેતરમાં કામ કરતા બપોરના બાર વાગ્યાના સુમારે અચાનક જ એક વીજળીનો કડાકો ત્રાટકતા યોગેશભાઈ પટેલ નિશ્ચેતન બનીને ખેતરમાં પડ્યા હતા.
જે ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી જઈને જાેતા કોઈ બચાવ કામગીરી કરે એ પહેલાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કમોસમી વરસાદ સાથે ત્રાટકેલી વીજળીના કુદરતી પ્રકોપ અંગે મૃતકના પરિવારજનો અને ગામલોકોમાં ભારે શોક છવાયો હતો. સમગ્ર દુર્ઘટના અંગે ગ્રામ પંચાયતના તલાટીએ જરૂરી પંચકયાસ કરીને મામલતદાર કચેરી સહિત પંચમહાલ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણકારી આપી હતી.