Western Times News

Gujarati News

ઉમલ્લા નજીક આઈસરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન બે સ્થળોએથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.એલસીબીની ટીમે આ વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાઓમાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.

બન્ને ઘટનાઓમાં કુલ મળી રૂપિયા ૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથેનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા તાલુકામાં દારૂના દુષણ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

મળતી વિગતો મુજબ ગતરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ઉમલ્લા નજીકથી એક આઇસર ટેમ્પોમાં ભરેલ કોટન યાર્નની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે દારૂની બોટલો નંગ ૩૧૩૨, બે નંગ મોબાઈલ, કોટન યાર્ન કાર્ટુન નંગ ૩, રોકડ રકમ તેમજ આઈસર ટેમ્પો મળીને કુલ રૂપિયા ૨૨,૮૯,૮૫૫ નો મુદ્દામાલ કબજે લઈને રાહુલ ભગવાનદાસ મિશ્રા અને અશ્વિન બાબુભાઈ પંચાલ બન્ને રહે.વાપી જી.વલસાડનાને હસ્તગત કરીને ઉમલ્લા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે અન્ય બે ઈસમો જીગ્નેશ નવીનભાઈ પટેલ રહે.ગામ કુંભારીયા તા.ચોર્યાસી જી.સુરત અને જીતુ જાદવ રહે.વાપીનાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં ઉમધરા ગામની સીમમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂ.૯૧,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.